જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની આજ ની બેઠક માં રૂૂ. 9 કરોડ 82 લાખ ના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી. મહતમ ખર્ચ વધારા ના કામ , ક્ધસલ્ટન્સી ,વોટર વર્કસ અને સિક્યોરિટી નો દર્શાવાયો છે.
સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ તા. 24-12-2025 ના રોજ ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં 8 સભ્યો ઉપરાંત કમિશ્નર ડી.એન.મોદી. ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નરશ્રી (વ.) મુકેશ વરસણા અને ઈંચા. આસી. કમિશ્નર જીજ્ઞેશ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતા.
ગુલાબનગર ઝોન વિસ્તારમા સ્ટ્રેન્ધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ નું વધારા નું રૂૂા. 9.49 લાખનું ખર્ચ , વોટર વર્કસ શાખા માં 10 સીટી ઈ.એસ.આ2. ક્રોમ્પેહેન્સીવ ના ધોરણે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ (2 વર્ષ માટે) કરવાના કામ અંગે રૂૂા. 241.64 લાખ , શહેર ઝોન-2 માં જુદી જુદી ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના મજુરી કામે વધારાના કામ અંગે રૂૂા. 22.49 લાખ ના ખર્ચ ને મંજૂર કરાયું હતું. જુદી જુદી શાખા ઓ ની ડીમાન્ડ અન્વયે કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ, યુ.પી.એસ. વિગેરેની ખરીદી અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.
હાપા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ એલ.સી. નં.188 પર રેલ્વે ઓવર બ્રીજ બનાવવાના કામે વધારા ના કામના ખર્ચ અન્વયે રૂૂા. 13.75 લાખ , જામનગર મહાનગર સેવા સદન-1 ના હયાત બિલ્ડીંગ ઉપર ત્રીજો માળ બનાવવાની કામગીરી અન્વયે જરૂૂરી ફર્નીચર વર્કની કામગીરી કરવા અંગે રૂૂા. 14.94 લાખ , જામનગર શહેરમાં ખંભાળીયા રોડ 52, હોટલ વિશાલ પાછળ, ટી.પી. સ્કીમ નં.-2, અંતિમ ખંડ નં.-98 વાળી જગ્યામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઝ-1) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સી સર્વિસીસ નું રૂૂા. 81.62 લાખ , પ્રાઈવેટ સોસાયટી સ્કીમ હેઠળ સફાઈ કામદારો અને ખર્ચ મંજુરી, સોસાયટીનું મર્જર તથા નામ સુધારણા અંગે રૂૂા. 0.24 લાખ મંજુર કરાયા હતા.
15 માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.7 માં પ્રમુખપાર્ક સોસાયટી હયાત ગાડા માર્ગ પર તથા કવાલીટી વોલ આઈસ્ક્રીમ પાસે ના રસ્તા પર સી.સી. રોડના કામ અંગે રૂૂા. 207.58 લાખ , વોર્ડ નં. 11 વાંઝાવાસ ઈમરાનભાઈ મણીયાના ઘરવાળો મેઈન રોડમાં સી.સી. રોડના કામ અંગે રૂૂા. 9.94 લાખ મંજુર કરાયા હતા.
79 – વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય ની માર્ગ અને મકાન વિભાગ (આર. એન્ડ બી.) ની વર્ષ 2024-25 ની (સ્પેશ્યલ) 100 ટકા ગ્રાન્ટ અંતર્ગત ધારાસભ્ય દ્વારા સુચવેલ સીવીલ કામ અન્વયે રૂૂા. 200 લાખ , વોર્ડ નં. 9, લીમડા લાઈન ગુરૂૂધ્વારા બાજુ ની શેરી ડો. રૂૂપારેલીયા હોસ્પીટલ પાછળના રોડ થી પત્રકાર સોસાયટી તરફ જતા સી.સી. રોડના કામ અંગે રૂૂા. 37.71 લાખ , અંતર્ગત વોર્ડ નં. 5, સેફાયર એપાર્ટમેન્ટથી મહીમા હાઉસ સુધી સી.સી. રોડના કામ અંગે રૂૂા. 33.63 લાખ , કેબલ ટી.વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 10, 11 અને 12) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા) ના કામ અન્વયે વધારા ના કામના ખર્ચ અંગે રૂૂા. 26.27 લાખ, મંજુર કરાયા હતાં.

