જન્માષ્ટમી પૂર્વે ફરસાણ-મીઠાઇના ધંધાર્થીઓ સહિત 45 પેઢીમાં RMCનું ચેકિંગ

જન્માષ્ટમી પર્વમાં ફરસાણ અને મીઠાઇના ભેળસેળિયા ધંધાર્થીઓ સામે રાજકોટ મનપાની ફૂડ શાખાએ ચેકીંગ ધોંસ શરૂૂ કરી દીધી છે. આ સાથે પેટિસમાં મકાઇ સહિતના લોટની ભેળસેળ…

જન્માષ્ટમી પર્વમાં ફરસાણ અને મીઠાઇના ભેળસેળિયા ધંધાર્થીઓ સામે રાજકોટ મનપાની ફૂડ શાખાએ ચેકીંગ ધોંસ શરૂૂ કરી દીધી છે. આ સાથે પેટિસમાં મકાઇ સહિતના લોટની ભેળસેળ કરી ધાર્મિક શ્રધ્ધાને અભડાવનારા ધંધાર્થીઓ ઉપર પણ તવાઇ ચાલુ રાખવામા આવી છે. ફૂડ શાખાએ ફરસાણ-મીઠાઇના વેપારી સહિત 45 પેઢીમાં ચેકીંગ કર્યુ હતુ. એ દરમિયાન 154 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામા આવ્યો હતો. જ્યારે ડોમીનોઝ ફ્રેન્ચાઇસી, પ્રાઇડ ડિલીશીયસ, હાર્મની ગાર્ડન રેસ્ટોરેન્ટ સહિતના સ્થળે રસોડામાં ગંદકી સહિત અનહાઇજેનિક સ્થિત જોવા મળતા દંડ ફટકારવામા આવ્યો હતો.

કોર્પોરેશનની ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલ વપરાશ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ તેમજ ભેળસેળ અને ગંદકી કરતાં એકમો સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 45 પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન કુલ મળી અંદાજિત 154 ઊંલ અખાદ્ય- વાસી જથ્થો તેમજ છાપેલી પસ્તીનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ 09 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂૂ.17,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. તેમજ ઋજજ-એક્ટ હેઠળ 05 નમૂના લેવામાં આવેલ.

આટલા સ્થળેથી લેવાયા નમુના, વાસી ખોરાક અને ગંદકી સહિત અનહાઇજેનિક સ્થિતિ મળી

* હિરેન પર્ફ્યુમરી વર્કસ: લાતી પ્લોટ-11, ચૌહાણ વાડી, કુવાડવા રોડ, રાજકોટ. 1.પાન મસાલા માટેનો ફ્લેવર્ડ પાવડર (લૂઝ), 2. HIREN” P-JAN FLAVOUR (FOR PAN MASALA) PKD લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ રૂૂ.3000નો દંડ
* જ્યુબિલન્ટ ફૂડ વર્કસ લિમિટેડ (ડોમિનોઝ પિઝા): સેટેલાઈટ ચોક, પેડક રોડ, રાજકોટ 1. પનીર (લુઝ), 2. ચીઝ ના નમૂના લેવામાં આવેલ. 5000નો દંડ
* ગણેશ ડેરી ફાર્મ: સંત કબીર રોડના છેડે, રાજકોટ 140 સલ વાસી માવો નાશ કરેલ તેમજ રૂૂ.3000નો દંડ
* ગજાનંદ પેટીસ: રાજશ્રી સિનેમા રોડ, પેઢી માંથી ફરાળી પેટીસના લોટ નો નમૂનો લેવામાં આવેલ.
* મહાદેવ ફરસાણ: સત્ય કોમ્પલેક્ષ, 50 ફૂટ રોડ, જય શક્તિ પાર્ક, 5 સલ વાસી ખોરાક/છાપેલ પસ્તી નો નાશ કરેલ તેમજ રૂૂ.500નો દંડ
* કિશન ફરસાણ: ભગીરથ સોસાયટી, શેરી નંબર -4 કોર્નર, 5 સલ વાસી ખોરાક/છાપેલ પસ્તી નો નાશ કરી રૂૂ.500નો દંડ
* ભગીરથ ફરસાણ: ભગીરથ સોસાયટી, શેરી નંબર -5, 4 સલ વાસી ખોરાક/છાપેલ પસ્તી નો નાશ કરી રૂૂ.500નો દંડ
* જય બાલાજી કોલ્ડ્રિક્સ: મારુતિચોક, સત્યસાઈ રોડ, રાજકોટ લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂૂ.500નો દંડ
* મુરલીધર ફરસાણ હાઉસ: રાજદીપ સોસાયટી, ઓમ નગર, 40 ફુટ રોડ, રાજકોટ લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂૂ.500નો દંડ
* હાર્મની ગાર્ડન રેસ્ટોરન્ટ: કાર્નિવલ ક્લબ, મવડી કણકોટ રોડ, રાજકોટ યોગ્ય સ્ટોરેજ બાબતે નોટીસ આપેલ તેમજ રૂૂ.1000નો દંડ
* પ્રાઇડ ડીલીશીયસ: પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ હાઇજેનિક કન્ડિશન બાબતે નોટીસ આપેલ તેમજ રૂૂ.500નો દંડ
* ગોકુલ ડેરી ફાર્મ: માધવ પાર્કગેટ ની અંદર, માધવ પાર્ક મેઇન રોડ, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ લાઇસન્સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂૂ.500નો દંડ
* અવિયુક્ત ગર્લ્સ હોસ્ટેલ (પી.જી): જીવન નગર, રૈયા સર્કલ પાસે, રૈયા રોડ, રાજકોટ લાયસન્સ તેમજ હાઈજેનિક કન્ડિશન બાબતે નોટીસ આપેલ તેમજ રૂૂ.1000નો દંડ
* ગોપાલ ડેરીફાર્મ: માધવ ગેટની અંદર, માધવ પાર્ક મેઇન રોડ, રીંગ રોડ, રાજકોટ લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ 500નો દંડ
* જય ગાત્રાળ પાન; જય શક્તિ પાર્ક મેઇન રોડ, 500નો દંડ કરાયો