Site icon Gujarat Mirror

જામનગર રોગચાળાના ભરડામાં જી.જી.હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ

ખાનગી દવાખાનાઓમાં ભારે ભીડ: તંત્ર અજાણ

જામનગર માં ઠંડી સતત વધી રહી છે. બીજી તરફ શહેર-જિલ્લામાં રોગચાળો પણ વધ્યો છે. સતત ઠંડી અને સૂસવાટા મારતા તેજ ગતિના પવનના કારણે શરદી-ઉધરસના દર્દીઓનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. પરિણામે સરકારી જી.જી. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

આજે સવારે કેશબારીમાં ઉપરાંત ડોક્ટરને બતાવવા અને દવા બારીમાં લાંબી કતારો જોવા મળી હતી. હોસ્પિટલના અંદરના પરિસરમાં ક્યાંય બેસવા કે ઉભવાની પણ જગ્યા મળતી ન હતી. આ સ્થિતિ ફક્ત સરકારી હોસ્પિટલમાં જ છે એવું નથી, શહેરમાં અનેક ખાનગી હોસ્પિટલ-દવાખાનામાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આમ ઠંડીના સહારે રોગચાળો વકર્યો છે. ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ અને પેટની બીમારીના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે.

Exit mobile version