Site icon Gujarat Mirror

નવા થોરાળામાં નાના ભાઇને છોડાવવા વચ્ચે પડેલા યુવાન ઉપર છરી વડે હુમલો

oplus_2097184

શહેરના નવા થોરાળામાં નાનાભાઇને છોડાવવા પડેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળામાં ચનાભાઇની હોટલ પાસે રહેતો અનીલ દિલીપભાઇ મકવાણા (ઉ.વ.27)નામનો યુવાન ગઇકાલે સાંજે ઘર પાસે હતો ત્યારે છોટુ, લાલુ અને ચનીયાએ ઝઘડો કરી છરી વડે હુમલો કરતા તેને હાથના ભાગે તથા પીઠના ભાગે છરીના ઘા લાગી જતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ ઇજાગ્રસ્ત યુવાનનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અનીલના નાનાભાઇ સંજય સાથે આરોપીઓ ઝઘડો કરતા જેથી અનીલ નાનાભાઇને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓેએ અનીલ સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યાનુ જાણવા મળ્યુ છે. આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version