IPLની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે

  IPL 2026ની ફાઇનલ મેચ બેેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર નહીં રમાય. સામાન્ય રીતે IPLની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર જ આગામી સિઝનની ફાઇનલ…

 

IPL 2026ની ફાઇનલ મેચ બેેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર નહીં રમાય. સામાન્ય રીતે IPLની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર જ આગામી સિઝનની ફાઇનલ રમાય છે. પરંતુ, આ વખતે આવું નહીં થાય. IPL2026ની ફાઇનલ મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. IPL 2026 ની પ્લેઓફ મેચોના સ્થળોની યાદી સામે આવી છે, જે મુજબ 3 શહેરોમાં મેચો રમાશે, જેમાં અમદાવાદ ઉપરાંત અન્ય બે શહેરો ધર્મશાલા અને ન્યૂ ચંદીગઢ છે.

નોંધનીય બાબત એ છે કે IPLના નિયમો અનુસાર ફાઇનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર થવી જોઈતી હતી. આવા સંજોગોમાં બેંગલુરુ આ રેસમાં સૌથી આગળ હતું, પરંતુ તાજેતરમાં થયેલા ટિકિટ વિવાદે આખું સમીકરણ બદલી નાખ્યું.

સૂત્રોનું માનીએ તો ટિકિટોના વેચાણ અને તેનાથી સંબંધિત મેનેજમેન્ટ ઇશ્યુઝને કારણે BCCI એ સ્થળ બદલવાનો નિર્ણય લીધો. આ જ કારણ છે કે હવે ફાઇનલને અમદાવાદ શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ચાહકો અને ફ્રેન્ચાઇઝીઓ હવે બોર્ડની અંતિમ ઘોષણાની રાહ જોઈ રહ્યા છે. જો આ યોજના અંતિમ થાય છે, તો IPL 2026 ના પ્લેઓફ અલગ-અલગ શહેરોમાં રમાશે, જેનાથી ટુર્નામેન્ટનો રોમાંચ વધુ વધી શકે છે.

જોકે, પ્લેઓફ અને ફાઇનલ મેચની તારીખોની જાહેરાત હજુ થઈ નથી. તેની તારીખોની જાહેરાત પણ ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. નોંધનીય છે કે IPL 2026ની શરૂૂઆત 28 માર્ચે થઈ હતી. અંતિમ લીગ મેચ એટલે કે 70મી મેચ 24 મેના રોજ રમાશે. બાકીની પ્લેઓફ મેચો અને ફાઇનલ મેચ આ પછી થશે. ફાઇનલનો દિવસ 31 મે નક્કી છે.

IPL 2026ના ક્વોલિફાયર અને એલિમિનેટર મુકાબલા દેશના 2 શહેરોમાં રમાશે. ક્વોલિફાયર 1 નું આયોજન ધર્મશાલામાં થશે જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર 2 ન્યૂ ચંદીગઢમાં રમાશે.

આ સતત બીજી વાર છે જ્યારે અમદાવાદ IPL ફાઇનલનું આયોજન કરશે. તેણે 2022 અને 2023માં પણ આયોજન કર્યું હતું. છેલ્લા ચાર સિઝનમાં, ચેન્નઈનું ખઅ ચિદમ્બરમ સ્ટેડિયમ IPL ફાઇનલ માટે એકમાત્ર બીજું સ્થળ છે. 2024 એડિશનની ફાઇનલ ચેન્નઈમાં યોજાઈ હતી જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને હરાવીને ત્રીજું ટાઈટલ જીત્યું હતું.