Site icon Gujarat Mirror

સીતાજી ટાઉનશિપમાં ભાડે આપેલા 6 આવાસ સીલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી શ્રી સીતાજી ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા શ્રી સીતાજી ટાઉનશીપ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેના 6 આવાસો રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

Exit mobile version