પીઆઈ વી.જે. રાઠોડ એસઓજીમાં મૂકાયા, એચ.બી. ધાંધલિયાને પંચકોષી ‘બી’ ડિવિઝનનો હવાલો
જામનગર જિલ્લા પોલીસ તંત્રમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા બે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
આ આદેશ મુજબ, પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) શાખામાં બદલી કરવામાં આવી છે. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ધાંધલિયાની પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીને એસઓજી શાખાના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાના આ નિર્ણયથી પોલીસ તંત્રમાં જવાબદારીઓની નવી ગોઠવણ કરવામાં આવી છે.
