ગુજરાત
જંગલેશ્ર્વરના દબાણકારોને સાંભળી 3 સપ્તાહમાં જવાબ આપવા HCનો હુકમ
શહેરના વોર્ડ 16 જંગલેશ્ર્વર વિસ્તારમાં મનપાએ દબાણ હટાવવા બાબતે નોટીસ ફટકારતા લતાવાસીઓએ બીજી વખત હાઇકોટરમાં રીટ દાખલ કરી છે. આ વાત સામે નોટીસ મેળવનાર તમામ આસામીઓને સાંભળી તા.8/11/24 થી ત્રણ અઠવાડીયામાં જવાબ આપવા હાઇકોર્ટ રાજકોટ મહાનગરપાલિકાને હુકમ કર્યો છે.
આ બાબતે વધુ વિગતો આપતા જંગલેશ્ર્વરના લઘુમતી સમાજના અગ્રણીઓ ઇબ્રાહીમભાઇ સોરા, ઇરફાનભાઇ કુરેશી, સૈયદ મુન્નાબાપુ, જીશાનભાઇ કુરેશી, હાજીભાઇ જોબણ, અફસલભાઇ મહેતર, હનીફભાઇ જેસાણી, લાલાભાઇ માડકીયા, ઇમ્તિયાઝભાઇ જેસાણી, ઇરફાનભાઇ (ડાકોર ગૃપ), મકસુદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરના વોર્ડ નંબર 16ના જંગલેશ્વર વિસ્તારમાં આરએમસી દ્વારા તા.01/10/24 ના રોજ ગેરકાયદેસર બાંધકામની 260/1 મુજબની 983 થી વધુ નોટિસો પાઠવવામાં આવેલ હતી. તે બાબતે જંગલેશ્વર વિસ્તારના નોટિસ ધારકોએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરેલ હતી. આ પહેલા આરએમસીએ જંગલેશ્વરના નદીકાંઠેના વિસ્તારના લોકોને 2022માં પણ ગેરકાયદેસર બાંધકામની નોટિસ પાઠવેલ હતી. ત્યારે પણ નોટીસ ધારકો ગુજરાત હાઇકોર્ટમાંR/WRIT PETITION (PTI) No-47/2022દાખલ કરેલ અને ત્યારે પણ ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાને હુકમ કરી ડાયરેક્શન આપતા જણાવેલ કે નોટિસ ધારકોને સાંભળીને આરએમસીએ જવાબ આપવાનો થતો હતો પણ મહાનગર પાલિકાએ કોઈ જવાબ ન આપ્યો હોવાનું મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું છે.
ત્યારબાદ તા.01/10/2024માં ફરીથી રાજકોટ મહાનગરપાલિકાએ વોર્ડ નં.- 16ના જંગલેશ્વર વિસ્તારમાં 983થી વધુ લોકોને 260/1 મુજબની ગેરકાયદેસર બાંધકામની નોટિસ પાઠવવામાં આવેલ હતી અને જંગલેશ્વર વિસ્તારના નોટિસ ધારકોએ પાસે દિવસ સાતમા લેખિત જવાબ આપવા જણાવવામાં આવેલ છે. તેના કારણો જંગલેશ્વર વિસ્તારના નોટિસ ધારકોએ પાસે બતાવવાની માગણી કરેલ હતી.
રાજકોટ મહાનગરપાલિકાએ બીજી વખત વોર્ડ નં.-16ના જંગલેશ્વર વિસ્તારમાં નોટિસ પાઠવવામાં આવતા. તમામ નોટિસ ધારકોએ ગુજરાત હાઇકોર્ટમાં ફરીથી પિટિશન દાખલ કરતા R/WRIT PETITION (PIL) No-65/2024 તા.16/10/2024 નો ગુજરાત હાઇકોર્ટે ફરી હુકમ કરતા જણાવેલ કે નોટિસ ધારકોએ દરેકે રાજકોટ મહાનગરપાલિકાને ગેરકાયદેસર બાંધકામ ના તોડી પાડવા માટે બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા હુકમ કરવામાં આવેલ હતો. વોર્ડ નં-16 ના જંગલેશ્વર વિસ્તારના નોટિસ ધારકોએ લેખિત જવાબ આપતાં જણાવેલ કે આ તમામ નોટિધારકો છેલ્લા 2010 પહેલાથી રહે છે. કોઈ નોટીસ ધારકો 30 વર્ષથી રહે છે. કોઈ ચાલિસ વર્ષથી રહે છે. અનેક લોકોના માં-બાપના અવશાન પણ અહીંયા થયેલા છે. રેશનકાર્ડ, આધાર કાર્ડ, મકાન વેરો, લાઈટ બિલ, જન્મના દાખલા, સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના સરનામા વગેરે આ વિસ્તારના છે અને ખૂબ જ ગરીબ છે. આ રહેણાંક મકાન છીનવાઈ જાય તો તેમની પાસે બીજુ મકાન લઇ શકે તેવી પોજીશન નથી રાજકોટ મહાનગરપાલિકાએ ગેરકાયદેસરા છે હાલ માલ છે પણ 30 થી 40 વર્ષમાં નોટિસ ધારકો જંગલેશ્વર વિસ્તારમાં રહે છે.હાલ બાંધકામ કઈ રીતે ગેરકાયદેસર છે? આજની તારીખમાં મહાનગરપાલિકાના અધિકારી દ્વારા ગેરકાયદેસર બાંધકામનું પંચનામુ કરેલું નથી. પણ આપખુદી રીતે અમારા વિસ્તાર અને આસપાસના વિસ્તારને કલમ -260/1 મુજબ જ નોટીસો આપી દીધેલ છે. જે કાયદાના દૂર ઉપયોગ સમાન છે.
આ જમીન અને મકાન નોટિસ ધારકો વર્ષોથી વસવાટ કરીએ છીએ અને ગુજરાત સરકારના મહત્વના નોટિફિકેશન પ્રમાણે સરકાર આ જગ્યા અમોને વેચાણ આપી શકે છે જે અમો ખરીદ કરવા તૈયાર રાજી છીએ જેથી આપ સર્વે કરાવી સદર મિલકતની જમીન અમોને વેચાણથી આપવા મહે. કરશોજી એવી માંગ કરેલ છે કે જે મકાનમાં અમે 30થી વધુ વર્ષ વસવાટ કરી રહ્યા છીએ.
તા. 01/10/2024ની નોટિસો કારણ વગરની કાયદાના દૂરઉપયોગ સમાન હોય અને નોટિસ ધારકોને ગરીબોને વધુ ગરીબ અને ઘર વિહોણા કરવાના ભાગરૂૂપે તેમજ ખોટા ખર્ચામાં ઉતારવાના ભાગરૂૂપે આપેલ નોટિસો પરત ખેંચવા અને ઘરની સામે ઘર આપવા કે જમીનો ખરીદ કરવા માંગ ઉઠાવવામાં આવેલ છે અને ગુજરાત હાઇકોર્ટ હુકમ કરેલ કે રાજકોટ મહાનગરપાલિકાએ દરેક નોટીસ ધારકોને તા.08/11/24થી એટલે કે ત્રણ અઠવાડિયામાં જવાબ આપવાનો હુકમ કરેલ છે.
આ તકે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ આફતાબભાઈ અન્સારી, મુસ્લિમ આગેવાન ઈબ્રાહીમભાઈ સોરા, ઈરફાનભાઇ કુરેશી, સૈયદ મુન્ના બાપુ, જીશાનભાઇ કુરેશી, હનીફભાઈ જેસાણી, લાલાભાઇ માડકીયા, ઈમ્તિયાઝભાઇ જેસાણી, અફસલભાઇ મહેતર, હાજીભાઇ જોબણ, ઇરફાનભાઇ ડાકોરા ગ્રુપ, મકસુદભાઇ ચાવડા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.