કોમનવેલ્થમાં ભારતનું ખાતું ખુલ્યું, પાવરલિફ્ટિંગમાં ઝંડુ કુમારને બ્રોન્ઝ

બિહારના ઝંડુ કુમારને 5 વર્ષની ઉંમરે પોલિયો થવા છતાય હિંમત ન હાર્યા કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલની રેસમાં ભારતનું ખાતું ખોલ્યું છે. ગ્લાસગોમાં ચાલી રહેલી ગેમમાં…

બિહારના ઝંડુ કુમારને 5 વર્ષની ઉંમરે પોલિયો થવા છતાય હિંમત ન હાર્યા

કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલની રેસમાં ભારતનું ખાતું ખોલ્યું છે. ગ્લાસગોમાં ચાલી રહેલી ગેમમાં ભારતના પેરા એથલેટિક્સ ઝંડુ કુમારે બ્રોન્ઝ મેડલ પોતાને નામ કરી ભારતનું ખાતું ખોલ્યું હતુ. પાવરલિફ્ટિંગના હેવીવેટ કેટેગરીમાં ભારતીય લિફ્ટર ઝંડુ કુમારે શાનદાર પ્રદર્શન કર્યું છે અને 130.9 પોઈન્ટની સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતુ.આ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

બિહારથી આવનાર 28 વર્ષના ઝંડુ કુમારને 5 વર્ષની ઉંમરમાં પોલિયો થયો હતો. જેના કારણે તે જિંદગીભર માટે દિવ્યાંગ થયો હતો. પરંતુ તેમ છતાં તેમણે દેશ માટે મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો.
ભારતીય ખેલાડીઓએ મોટાભાગની પેરા ગેમ્સમાં મેડલમાં દાવેદારી રજુ કરી હતી. જેમાં મહિલા અને પુરુષની પાવરલિફ્ટિંગ ઈવેન્ટમાં ભારતીય એથલીટને પડકાર ફેક્યો હતો. પરંતુ શરુઆતની 3 ઈવેન્ટમાં નિરાશા મળી હતી. ત્યારબાદ અંતે ભારતને પાવરલિફ્ટિંગ ઈવેન્ટમાં સાચી સફળતા મળી હતી.

પાવરલિફ્ટિંગના હેવીવેટ ઈવેન્ટમાં ભારતના નેશનલ રેકોર્ડ કરનાર ઝંડુ કુમાર પાસે ખુબ મોટી આશા હતી. તેમણે ગ્રુપ-બીમાં અન્ય લિફ્ટર સાથે સ્થાન મળ્યું હતુ. તેમણે આ ઈવેન્ટની શરુઆત કરી હતી. ઝંડુએ પોતાના પહેલા પ્રયાસમાં 181 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતુ. તેને 124.7 પોઈન્ટ મળ્યા હતા. બીજા પ્રયાસમાં શાનદાર પ્રદર્શન કરી 190 કિલોગ્રામનો વજન ઉચક્યું હતુ.જેનાથી તેનો સ્કોર 130.9 પોઈન્ટ થયો હતો. ત્રીજા પ્રયાસમાં 196 કિલો ઉઠાવવાથી ચૂક્યો હતો પરંતુ 130.9 પોઈન્ટની સાથે લાંબા સમય સુધી પહેલા સ્થાને રહ્યા હતા.