ગુજરાત

શહેર ડેન્ગ્યુના ભરડામાં, નવા 20 કેસ સાથે ટાઈફોઇડના વધુ 3 કેસ નોંધાયા

Published

on

સરકારી આંકડાઓ સામાન્ય, ખાનગી દવાખાના દર્દીઓથી ઊભરાયા

ચોમાસાએ વિદાય લીધી અને કાળઝાળ ગરમી પડી રહી છે છતાં મચ્છરજન્ય રોગચાળો કાબુમાં આવ્યો નથી. આરોગ્ય વિભાગના સર્વે દરમિયાન ડેંગ્યુના નવા 20 કેસ નોંધાયા છે. જ્યારે તાવના 616, ઝાડા-ઉલ્ટીના 115, ટાયફોડના 3 અને શરદી ઉધરસના 1109 કેસ નોંધાતા ચેકીંગ કામગીરી ઝડપી બનાવી મચ્છર ઉત્પતિ સબબ નોટીસ ફટકારી દંડ વસુલવામાં આવ્યો હતો.


ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 452 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂઆલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 478 અને કોર્મશીયલ 156 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂૂા.71,950/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.


ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 101010નું સૂત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version