તળાજા તા.પં.માં ભાજપએ 5 બેઠક ગુમાવી તેની સામે જિલ્લા.પંની 2 બેઠક વધુ મેળવી

ભાવનગર જિલ્લાનીતળાજા તાલુકા પંચાયત ની કુલ 32 બેઠકો અને તાલુકા મા આવતી જી.પં. ની 8 બેઠકો માટે જામેલા ચૂંટણી જંગ માં 32 બેઠકો માંથી ભાજપ…

ભાવનગર જિલ્લાનીતળાજા તાલુકા પંચાયત ની કુલ 32 બેઠકો અને તાલુકા મા આવતી જી.પં. ની 8 બેઠકો માટે જામેલા ચૂંટણી જંગ માં 32 બેઠકો માંથી ભાજપ ને માત્ર 17 બેઠક મળી છે.એક માત્ર બેઠક ની સરસાઈ મળી છે.ગત વખતે ભાજપ ને 23 મળી હતી.અહીં ભાજપ ને 5 બેઠક ની નુકશાની ગઈ છે.તો ગત ટર્મ કરતા આ વખતે કોંગ્રેસ ને 5 બેઠક વધુ મળી છે.કોંગ્રેસ ને 13 બેઠકો મળી છે.રાળગોન બેઠક અપક્ષ ના ફાળે ગઈ છે.તો આપ ની ગતટર્મ મા અલંગ ની એક બેઠક હતી તેની સામે વેજોદરી મા આપ નો વિજય થયો છે.

સૌથીવધુ ક્રોસ વોટિંગ પૂર્વ ધારણા મુજબ ઠળિયા બેઠક પર ખાસ કરીને તા.પ.ની સાખડાસર બેઠક પર થયું.ઠળિયા જિલ્લા પંચાયત બેઠક ભાજપ ના ફાળે આવી.તેની નીચે આવતી ચારેય તા.પં.ની બેઠક કોંગ્રેસ ના ફાળે આવી.કુંઢેલી બેઠક પર તા.પં. પ્રમુખ રાણાભાઈ સોલંકી ને વય મર્યાદા ના કારણે ટિકીટ નમળતા તેઓએ તેમના પુત્ર શૈલેષભાઇ ને ટીકીટ અપાવી હતી.તેમની કોંગ્રેસના ઉમેદવાર સામે 76 મત થી હાર થઈ હતી.પાવઠી જિલ્લા અને તાલુકા પંચાયત બેઠક પર ઉમેદવાર ની એકતા સામે આવી હતી.આ એકમાત્ર બેઠક પર જિલ્લા પંચાયત ના ઉમેદવાર જીતી શક્યા છે તો તેમની સાથે ચારેય તાલુકા પંચાયત ના સભ્ય જીત્યા છે.

દાઠા જી.પં.એ સૌની ધારણાં ખોટીપાડી છે.અહીં ભાજપ ના ઉમેદવાર 1985 મતો ની જંગી લીડ મેળવી ને વિજેતા થયા છે.આ બેઠક પર માયાભાઈ આહીર ના પુત્ર જયરાજ આહીર એ પ્રચાર કર્યો હતો.જોકે તેના બોરડા ગામમાં જ કોંગ્રેસ ના ઉમેદવાર એ ભાજપ ના ઉમેદવાર ને વધુ 369 મત થી વિજય અપાવ્યો હતો. અહીં આપ ની ભૂમિકા પણ મહત્વ ની રહી હતી.આપ ના ઉમેદવાર સોનાબેન શિયાળ 419 મત લઈ ગયા હતા.