ગુજરાત

સુરતમાં 2 સદ્ગતોના અંગદાનથી 11 લોકોને મળ્યું નવજીવન

Published

on

એક જ દિવસમાં બે અંગદાનની ઘટનાથી માનવતા મહેકી ઊઠી

સુરતમાં અંગદાનની બે ઘટના નોંધાઈ. શહેરમાં સ્મીમેર અને કિરણ હોસ્પિટલથી અંગદાન કરાયું. શહેરમાં એક જ દિવસમાં બે અંગદાનથી 11 લોકોને નવજીવન મળ્યું. ગત 17 ઓગસ્ટ ગણેશ વિસર્જનના ખાસ દિવસે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા 9 વર્ષની બાળકી અને બ્રેઇન ડેડ યુવાનનું અંગદાન કરાયું. શહેરમાં એક જ દિવસમાં વધુ બે અંગદાન કરાતાં માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


શહેરમાં ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી 9 વર્ષની બાળકીના હાથનું અંગદાન 15 વર્ષની તરુણીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું. જ્યારે અન્ય ઘટનામાં બ્રેઇન્ડેડ 40 વર્ષીય યુવાનની કિડની, લીવર અને હૃદયનું દાન કરાયું. તેમજ બ્રેઈન ડેડ 9 વર્ષીય રીયા બોબી મિસ્ત્રીના કિડની, લિવર, ફેફસા, હાથ અને ચક્ષુઓનું દાન કરાયું. બંને બ્રેઇન્ડેડના પરિવારના લોકોએ અંગદાન કરતાં અન્યોને નવજીવન મળ્યું.


અંગદાનની ઘટનામાં 40 વર્ષીય શીપુલભાઈ મંડલનું મૃત્યુ ગણેશ તહેવાર દરમ્યાન નિપજયું હતું. મૂળ કલકતાના શીપુલભાઈ ચલથાણ નહેરથી ડિંડોલ તરફ જતા હતા ત્યારે તેમનું એકટિવા સ્લીપ થતા નીચે પટકાયા હતા. તેમના માથામાં ગંભીર ઇજા થવાથી બેભાન થયા. સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા જ્યાં નિદાનમાં બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું સામે આવ્યું હતું. જેના બાદ તા.16 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં સારવાર કરી રહેલ ડોક્ટરોએ શીપુલ મંડલને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. જેના બાદ તેમના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી શીપુલના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.


જ્યારે બીજા બનાવમાં વલસાડના પારડીની રહેવાસી અને ધોરણ 4 માં અભ્યાસ કરતી 9 વર્ષની બાળકી રિયાને 13 સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ કલાકે વોમીટીંગ થતા તેની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બાદમાં 15 સપ્ટેમ્બરના રોજ તેનું હદય અચાનક બંધ પડી ગયું. ડોક્ટરે 9 વર્ષની રિયાને બ્રેઇન ડેડ જાહેર કરી. જેના બાદ હોસ્પિટલ સ્ટાફે અંગદાનની માહિતી આપ્યા બાદ રિયાના પરિવારે મહત્વનો નિર્ણય લીધો.

રિયાના માતા – પિતા એ જણાવ્યું કે, અમારી પુત્રી બ્રેઈન ડેડ છે પરંતુ તેના અંગોનું દાન કરવાથી અન્યોને નવજીવન મળશે. શીપુલ અને રિયાના બંને પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા તેમના અંગોનું દાન કરાયું આ બન્ને પરિવારોની જાણકારોમાં સરાહના થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version