Site icon Gujarat Mirror

શાપર-વેરાવળમાં શ્રમિક યુવતીએ ખોટા ગુનામાં ફીટ કરવાની ધમકી આપતાં કારખાનેદારે ઝેરી દવા પી લીધી

oplus_32

રાજકોટના મવડીમાં રહેતા અને શાપર વેરાવળમાં ખોડલ નામનું કારખાનું ધરાવતા પટેલ યુવાનને શ્રમિક યુવતીએ ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપતા યુવાને કોરાટ ચોક પાસે ઝેરી દવા પી અને બાદમાં પોલીસ મથકે ફરિયાદ નોંધવા પહોંચ્યો હતો. જોકે પોલીસે તેમને સારવારમાં ખસેડયો હતો અને આ મામલે બિહારી યુવતી વિરુદ્ધ ફરિયાદ ફરિયાદ નોંધવા તજવીજ શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ,મવડીમાં વિશ્વનગરમાં રહેતા અને શાપર વેરાવળમાં માં ખોડલ નામનું ડ્રિલનું કારખાનું ધરાવતા કલ્પેશભાઈ જેન્તીભાઈ રૂૂપારેલીયા નામના 32 વર્ષના યુવાનો ગઈકાલે કોરટ ચોક પાસે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.કલ્પેશભાઈને સંતાનમાં એક દીકરો અને પોતે એક ભાઈ એક બહેનમાં નાના હોવાનું જાણવા મળ્યું છે.

કલ્પેશભાઈ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે,તેમના કારખાનામાં છેલ્લા એકાદ મહિનાથી કામ પર આવતી બિહારી યુવતીએ ખોટા ગુનામાં ફીટ કરવાની ધમકી આપતા તેઓ કંટાળી ગયા હતા અને ઝેરી દવા પી લીધી હતી અને તેમજ તેઓ દવા પીધા બાદ શાપર વેરાવળ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં પોલીસે તેમને સારવાર પર ખસેડી અને તેમનું નિવેદન લેવા તજવીજ શરૂૂ કરી હતી. આ ઘટનામાં કલ્પેશભાઇ રૂપારેલીયાનુ શાપર-વેરાવળ પોલીસે નિવેદન લઇ યુવતીને શોધખોળ શરૂ કરી છે. તેમજ હાલ કલ્પેશભાઇ સારવાર હેઠળ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

Exit mobile version