માર્ચના પ્રારંભે જ ગરમીેએ રંગ બતાવ્યો, 10 શહેરોમાં પારો 37 ડિગ્રીને પાર

ગુજરાતમાં હોળી-ધુળેટીના તહેવારથી જ ગરમીએ રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે અને રાજયના અનેક વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગઇકાલની વાત કરીએ…

ગુજરાતમાં હોળી-ધુળેટીના તહેવારથી જ ગરમીએ રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે અને રાજયના અનેક વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગઇકાલની વાત કરીએ તો રાજયમાં રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. રાજકોટમાં મેક્ષિમમ તાપમાન 39.2 ડિગ્રી નોંધાતા ધુળેટીના દિવસે લોકો શેકાયા હતા. આજે પણ સવારથી ભારે ગરમી અનુભવાઇ રહી છે. આજથી બે દિવસ હવામાન વિભાગે ગરમીનું એલર્ટ પણ આપ્યું છે.

ગઇકાલે રાજયના 10 શહેરોમાં તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. અમદાવાદમાં 38.6 ડિગ્રી, અમરેલીમાં 38.3, બરોડામાં 38, ડાંગમાં 37, ડિસામાં 38.8, ગાંધીનગરમાં 38.8, કંડલામાં 37.4, પોરબંદરમાં 37.6 અને સુરતમાં 37.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજયમાં ચાલુ માર્ચ માસમાં જ તાપમાન 40 ડિગ્રીને પાર કરી જવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ માટે ગરમીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને લોકોને પણ તકેદારી રાખવા અપીલ કરાઇ છે.