મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું

મોરબીના માળિયા (મિયાણા) ના ખાખરેચી ગામના વતની સોનલબેનના લગ્ન મોરબીના વીશીપરા ખાતે રહેતા ભરત બાબુભાઈ ચાવડા સાથે થયા હતા. લગ્નજીવનના થોડા જ સમયમાં તેના પતિ…

મોરબીના માળિયા (મિયાણા) ના ખાખરેચી ગામના વતની સોનલબેનના લગ્ન મોરબીના વીશીપરા ખાતે રહેતા ભરત બાબુભાઈ ચાવડા સાથે થયા હતા. લગ્નજીવનના થોડા જ સમયમાં તેના પતિ ભરત બાબુભાઇ ચાવડા, સાસુ લીલાબેન બાબુભાઇ ચાવડા અને મોટા સસરા પરષોત્તમ ડાયાભાઇ ચાવડાએ ‘લગ્નમાં 8 લાખનો ખર્ચ થયો છે તેમાંથી 5 લાખ તારા પપ્પા પાસેથી મંગાવી આપ’ તેમ કહી ત્રાસ આપવાનું શરૂૂ કર્યું હતું.

સોનલબેને ના પાડતા સાસરિયાઓએ તેમના દાગીના પડાવી લીધા હતા અને અવારનવાર મેણા-ટોણા મારી મારઝૂડ કરતા હતા. આ બાબતે ઉગ્ર ઝઘડો થતાં પતિએ સોનલબેનને ઝાપટ મારી દીધી હતી અને સાસુએ ‘જો તારો બાપ રૂૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી. આ ત્રાસથી કંટાળીને સોનલબેને બાથરૂૂમ સાફ કરવાનું એસિડ પી લીધું હતું. ગંભીર હાલતમાં તેમને મોરબી, રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાંબી સારવાર આપવી પડી હતી. આ અંગે પરિણીતાએ સાસરિયાંઓ વિરૂૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચેઇન તફડાવનાર ઝડપાયો
મોરબીના શનાળા રોડ પર ભક્તિનગરમાં રહેતા ભાવેશભાઇ વિનુભાઇ મહેતા તેમના પત્ની સાથે એક્ટિવા પર ખરીદી કરીને પરત ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગેસ્ટ હાઉસ રોડ પર ખાટકીવાસ ચોક નજીક પાછળથી આવેલા એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે ભાવેશભાઇના પત્નીના ગળામાંથી આશરે દોઢ તોલા વજનનો અને 1,75,000 ની કિંમતનો સોનાનો ચેઈન આંચકી લીધો હતો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે ભાવેશભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં સીટી એ ડિવિઝન પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ચીલઝડપ કરનાર આરોપી સરફરાજ ઉર્ફે ફેઝલ અબ્દુલભાઇ મંધરીયા (રહે. ભુજ કેમ્પ એરિયા, ચાવડી પોલીસ ચોકી પાસે) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.