ભુજના મીરજાપર હાઇવે પર પોલીસમેનનો કોલર પકડી સસ્પેન્ડ કરી દેવાની ધમકી

ભુજ-મિરજાપર ધેરીમાર્ગ પર આવેલી સંઘવી હોસ્પિટલમાં જન રક્ષકના ફરજ દરમિયાન પોલીસની કાયદેસરની કામગીરીમાં રૂૂકાવટ કરી પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો અને સસ્પેન્ડ કરવાની ધમકી આપવાના બનાવના…

ભુજ-મિરજાપર ધેરીમાર્ગ પર આવેલી સંઘવી હોસ્પિટલમાં જન રક્ષકના ફરજ દરમિયાન પોલીસની કાયદેસરની કામગીરીમાં રૂૂકાવટ કરી પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો અને સસ્પેન્ડ કરવાની ધમકી આપવાના બનાવના પગલે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ રવિવારની રાત્રે 11:30 વાગ્યાના અરસામાં 112 જનરક્ષક હેલ્પલાઈન કંટ્રોલ રૂૂમથી વર્ધી મળી હતી કે સંઘવી હોસ્પિટલમાં ભુલાખાન નામના શખ્સને સિક્યુરિટી ગાર્ડ્સ સાથે ઝઘડો થયો છે.

આથી પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ માધાભાઈ ભરવાડ અને તેમના ડ્રાઈવર શક્તાસિંહ ઝાલા ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યાં જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભુલાખાન હોસ્પિટલના સ્ટાફના વીડિયો ઉતારતો હતો અને ના પાડતા સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી કરતો હતો. પોલીસે જ્યારે ભુલાખાનને આ બાબતે પૂછપરછ કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો. ફરિયાદ અનુસાર, પૂછપરછ કરી અને તેને પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું, ભુલાખાન અબ્દુલ હાલેપોત્રા, અબ્દુલ ભોલુ હાલેપોત્રા ગાળાગાળી કરી ઝપાઝપી શરૂૂ કરી હતી. ભુલાખાને અને સિરાઝખાન સુમાર ફકીરે પોલીસ કર્મચારી સાથે નીચે પાડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કોન્સ્ટેબલના પોલીસ કોન્સ્ટેબલના યુનિફોર્મના કોલર પકડી તેમને શર્ટનું બટન તૂટી ગયું હતું. આ દરમિયાન ત્રણેય આરોપીઓએ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી.

બાદમાં વધુ પોલીસ મદદ માટે વર્ધી અપાતા અન્ય પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને કોન્સ્ટેબલને વધુ મારથી બચાવ્યા હતા. આ બનાવમાં પોલીસ કર્મચારીને શરીરે મુંઢ ઇજાઓ પહોંચી હતી. ભુજ એ-ડિવિઝન પોલીસે આરોપીઓ ભુલાખાન, અબ્દુલ (બંને રહે. મિરજાપર) અને સિરાઝખાન(રહે. માધાપર) વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.