ગુજરાત

ગોંડલમાં ખેડૂતે રૂા.12 લાખનું 13 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં જમીન લખાવી લીધી

Published

on

વ્યાજના વિષચક્રમાં ફસાવનાર શખ્સ સામે ફરિયાદ

ગોંડલમાં મોવિયા ગામે રહેતા ખેડુતને વ્યાજના વિષચક્રમાં ફસાવી વ્યાજખોરે 12 લાખની રકમનું 13 લાખ વ્યાજ વસુલ્યા છતાં ખેડુતના પાસેથી સાટાખત કરાવી કિંમતી જમીન કબ્જે કરી લેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગોંડલ પોલીસે ગુનો નોંધી વ્યાજખોરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.


ગોંડલ તાલુકાના મોવીયા ગામે ગોવિંદનગર ક્ધયા શાળા પાસે રહેતા ખેડુત ચંદુભાઈ શવજીભાઈ રાદડિયા ઉ.વ.58ની ફરિયાદને આધારે ગોંડલના કૈલાશબાગ નજીક તક્ષશિલા સોસાયટી યમુનાકુંજ મકાનમાં રહેતા માવજીભાઈ છગનભાઈ કોટડિયા સામે ગુનો નોંધ્યો છે. ચંદુભાઈ દારડિયાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને રૂપિયાની જરૂર પડતા પાંચેક વર્ષ પૂર્વે ચંદુભાઈ પાસેથી 4 ટકા વ્યાજે એક લાખ લીધા હતા જેના અવેજમાં આરડીસી બેંકના કોરા ચેક આપ્યા હતાં. બાદમાં વધુ રકમની જરૂર પડતા 5.50 લાખ અને 6.50 લાખ એમ કુલ 12 લાખ ચંદુભાઈએ માવજી કોટડિયા પાસેથી લીધા હોય જેનું નિયમિત વ્યાજ ચુકવતા હતાં અને અત્યાર સુધી 13 લાખ જેટલી વ્યાજની રકમ ચુકવ્યા છતાં વ્યાજે આપેલા રૂપિયાનું વધુ પઠાણી વ્યાજ વસુલવા માટે માવજીભાઈએ ધાક ધમકી આપી હતી.


તેમજ ચંદુભાઈએ વ્યાજે લીધેલી રકમના સામેે ગીરવે પોતાની જમીન રાખી હોય અને જે જમીનનું સાટાખત માવજીભાઈને કરી આપ્યું હોય 12 લાખની રકમનું 13 લાખ વ્યાજ ચુકવ્યા છતાં ચંદુભાઈએ આ કિંમતી જમીન ઉપર કબ્જો કરી લીધો હતો. પોતાની કિંમતી જમીન ઉપર ખેતી કરતા ચંદુભાઈને ખેતીની જમીન ઉપર ખેતી કરવાની પણ મનાઈ કરી દીધી હતી. જેથી પોતાના આજીવીકા માટે ખેતીકામ કરતા ચંદુભાઈ રાદડિયાની આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ હતી. અનેક વખત પોતાની જમીન પાછી મેળવવા માવજી કોટડિયાને આજીજી કરતા તે જમીન પરત આપવા માટે ચડત વ્યાજ સહિત નાણા ચુકવવા માટે વારંવાર માવજીભાઈએ ધાકધમકી આપવાનું શરૂ કર્યુ હતું. જેથી કંટાળીને અંતે ચંદુભાઈએ પોલીસની મદદ માંગી હતી અને જે બાબતે ચંદુભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા વ્યાજખોર સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version