ગુજરાત

ભાવનગરનો શખ્સ 0.70 મીલીગ્રામ ડ્રગ્સની એક પડીકી 2000માં વેચતો’તો

Published

on

ગઇકાલે પેડલરને પોલીસે 2.58 લાખના ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો

ભરતનગર વિસ્તારમાં રહેતો એક શખ્સ લાંબા સમયથી એમડી ડ્રગ્ઝનું વેંચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે એસઓજીએ રેડ પાડતા હનીફ બેલીમ નામનો શખ્સ રૂૂા.2,58,400ની કિંમતના 25.840 ગ્રામ એમ.ડી. ડ્રગ્ઝના જથ્થા સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તે અમદાવાદના જુહાપુરા અને શાહઆલમ વિસ્તારમાંથી ડ્રગ્ઝ લાવતો હોવાની કબૂલાત કરતા પોલીસે જથ્થો આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સે તે ડ્રગ્ઝની 0.70 ગ્રામની પડીકી બનાવી રૂૂા.2000માં વેંચતો હોવાનું જણાવ્યું હતું.


એસઓજી પીઆઇ ડી.યુ.સુનેસરાને બાતમી મળી હતી કે, હનીફ સુલતાન બેલીમ (રહે.ખોજાકોલોની, ભરતનગર) નામનો શખ્સ એમડી ડ્રગ્ઝનું છુટક વેંચાણ કરી રહ્યો છે અને અનેક લોકો તેની પાસેથી ડ્રગ્ઝની ખરીદી કરે છે એટલે પોલીસે આ શખ્સના ઘરે રેડ પડતા તેના ઘરમાં આવેલા બાથરૂૂમના માળીયા પર પડેલા પ્લાસ્ટીકના ડબામાંથી ડ્રગ્ઝનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એફએસએલની ટીમને બોલાવી ખાતરી કરતા ડ્રગ્ઝનું વજન 25.840 ગ્રામ અને તેની કિંમત એક ગ્રામના 10,000 લેખે રૂૂા.2,58,400 થતી હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.આરોપીએ જણાવ્યું હતું કે, તે જરૂૂરીયાત મુજબ અમદાવાદથી થોડુ થોડુ ડ્રગ્ઝ લાવતો હતો. દર અઠવાડીયે એકવાર અમદાવાદ જઇને ડ્રગ્ઝનો જથ્થો લાવ્યા બાદ તેની પડીકીઓ બનાવી તેના ગ્રાહકોને આપતો હતો. પૂચ્છપરછમાં એક પડીકી 0.70 ગ્રામની બનાવી તે રૂૂા.2,000માં વેંચતો હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version