Uncategorized

રાજધાની દિલ્હીમાં આજે I.N.D.I.A ગઠબંધનની આજે બેઠક, BJPએ X એકાઉન્ટ પર શેર કરી વીડિયો ક્લિપ

Published

on

મિશન 2024ને લગતા I.N.D.I.A ગઠબંધનની બેઠક આજે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાશે. આ બેઠકમાં વિપક્ષી નેતાઓ આગામી લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરશે. સાથે જ વિપક્ષી નેતાઓ વચ્ચે સીટોની વહેંચણી પર પણ સમજૂતી થઈ શકે છે.

BJPએ I.N.D.I.A ગઠબંધન પર કર્યો કટાક્ષ

આ દરમિયાન I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં ભાજપે કટાક્ષ કર્યો છે. ભાજપે સોશિયલ મીડિયા પર એક ફિલ્મની ક્લિપ શેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, આજે ભારત ગઠબંધનની બેઠકમાં શું થવાનું છે.

BJPએ X એકાઉન્ટ પર શેર કર્યો વીડિયો

હકીકતમાં, જે વીડિયો ભાજપે પોતાના X એકાઉન્ટ પર શેર કર્યો છે. તે ફિલ્મનું નામ ઈંકલાબ છે. અમિતાભ બચ્ચન અને કાદર ખાનની આ ફિલ્મમાં રાજકારણ સાથે જોડાયેલો એક સીન છે. જેમાં એક બેઠક અંગે ચર્ચા થઈ રહી છે. ઈન્કિલાબ ફિલ્મનો એક સીન શેર કરતા ભાજપે વિપક્ષ પર ટોણો માર્યો હતો. ભાજપે લખ્યું- ‘આજે I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં શું થશે. અહીં જુઓ ટ્રેલર:

6 ડિસેમ્બરના રદ્દ કરવામાં આવી હતી બેઠક

જણાવી દઈએ કે, વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સ’ (ઇન્ડિયા)ની બેઠક અગાઉ 6 ડિસેમ્બરે યોજાવાની હતી, પરંતુ અનેક પક્ષોના નેતાઓએ આ બેઠકમાં હાજર રહેવામાં અસમર્થતા દર્શાવી હતી. આ પછી બેઠકની તારીખ વધારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે યોજાનારી લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએને ટક્કર આપવા માટે વિરોધ પક્ષોએ I.N.D.I.A નું ગઠબંધન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version