Site icon Gujarat Mirror

છૂટાછેડા માટે પત્નીએ રૂપિયાની માગણી કરતા પતિનો આપઘાતનો પ્રયાસ

oplus_2097184

શહેરમાં મુંજકામાં આવેલ પરિશ્રમ હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાને પત્ની છુટાછેડા માટે રૂૂપિયાની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુંજકામાં આવેલ પરિશ્રમ હાઉસિંગ બોર્ડમાં રહેતા કેશુ બાબુભાઈ મહાલીયા નામનો 35 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં કેશુ મહાલીયા તેના માતા પિતાને એકનો એક પુત્ર છે અને દિવ્યાબેન સાથે તેના ત્રીજા લગ્ન થયા છે છેલ્લા એક વર્ષથી દંપતિ વચ્ચે મનમેળ નહીં થતા દિવ્યાબેન માવતરે રિસામણે બેઠી છે અને પત્ની દિવ્યાબેન છૂટાછેડા માટે રૂૂપિયાની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે યુવાને એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version