Site icon Gujarat Mirror

ધારાસભ્ય તરીકે 3 વર્ષની કામગીરીનો અહેવાલ ‘જનસેવાનું સરવૈયુ’ રજૂ કરતા ઉદય કાનગડ

68 – રાજકોટ(પૂર્વ)ના સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય ધારાસભ્ય ઉદય કાનગડ કે જેણે પોતાના સેવાકાર્યો થકી જનતાના હૃદયમાં મુઠ્ઠી ઉંચેરૂૂ સ્થાન પ્રાપ્ત કરી અમિટ લોકચાહના પ્રાપ્ત કરી છે તેઓએ 68-રાજકોટ (પૂર્વ) વિધાનસભાના ધારાસભ્ય તરીકે પ્રથમ ત્રણ વર્ષના સમયગાળામાં થયેલા વિવિધ પ્રજાલક્ષી સેવાકીય કાર્યોના સરવૈયાના પુસ્તક ’જનસેવાનું સરવૈયું’ નું ’વડીલ વંદના’ કાર્યક્રમમાં વિધાનસભા-68ના પાર્ટીના વરીષ્ઠ આગેવાનોના હસ્તે કરવામાં આવેલ હતું.

68-રાજકોટ (પૂર્વ) વિધાનસભામાં ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ પોતાના વિસ્તારમાં જનસેવા કાર્યાલય કાર્યરત કરી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રજાને મળે તે માટે સતત કાર્યરત રહયા છે, ત્રણ વર્ષ દરમિયાન 72 હજારથી વધુ લોકોને ધારાસભ્ય ઉદય કાનગડ, વિધાનસભા-68 જનસેવા કાર્યાલય ખાતે વિવિધ સેવાનો લાભ લીધો છે, તેમજ વિધાનસભા-68માં સમાવિષ્ટ વોર્ડ નં.3, 4, 5, 6, 15, 16માં ત્રણ વર્ષની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કુલ 18 કરોડથી વધુ ગ્રાન્ટ વિવિધ વિકાસ કામો માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્ય ઉદય કાનગડ ઘ્વારા રાજકોટ મહાનગરપાલિકાને સુચવવામાં આવેલ મુખ્ય વિકાસ કામો પૈકી કુવાડવા રોડ રી સર્ફેસ કરી બ્યુટિફિકેશન કરવાનુ કામ, પેડક રોડ બ્યુટીફીકેશન કરી ગૌરવ પથ બનાવવાનું કામ, ઈસ્ટ ઝોનમાં યોગ્ય જગ્યાએ સુવિધા યુક્ત પાર્ટી પ્લોટ બનાવવા, લાલપરી તથા રાંદરડા તળાવનું ડેવલોપમેન્ટ, સ્પોર્ટસ સુવિધા આપવા, વોર્ડ-4 માં જય જવાન જય કિશાન સોસાયટીની પાછળ નદી કાંઠે સ્મશાન બનાવવા, જેવા કામ સૂચવવામાં આવ્યા હતા. તેમજ વિધાનસભા-68માં આવતી વિવિધ સુચિત સોસાયટીઓને રેગ્યુલાઈઝ કરવા સહિતના પડતર પ્રશ્નો અંગે સોસાયટીના સ્થાનિક લોકોને સાથે રાખી ધારાસભ્ય ઉદય કાનગડ ઘ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત જનસેવા કાર્યાલય ખાતેથી વિવિધ લાભાર્થીઓ જેઓ કેન્સર, બ્રેઈન હેમરેજ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કીડની ફેઈલ, ટ્રાન્સપ્લાન્ટ, હૃદયરોગ, થેલેસેમીયા, કરોડરજજુની બીમારી, અન્ય ગંભીર ઈજાસર્જરી, અન્ય રોગોથી પીડાતા હોય તેમજ જન્મથી બહેરા-મુંગા દર્દીઓને બોલવા-સાંભળવાના મશીન માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય માટે કુલ રૂૂ. 9 કરોડથી વધુ રકમ ફાળવવા માટે ભલામણ કરવામાં આવી હતી.

તો વિધાનસભા-68માં વિવિધ વિસ્તારમાંથી પસાર થતી 66 કે.વી.ની હાઈટેન્શન વિજ લાઈનને કારણે સબંધિત વિસ્તારો મહારાણા પ્રતાપ કોમ્યુનીટી હોલ, કનકનગર સ્થિત બગીચો, શાક માર્કેટ તથા જુદા-જુદા રસ્તાઓ ડેવલપ કરવાના કામમાં અવરોધ સર્જાતો હોય, ધારાસભ્ય ઉદય કાનગડ ઘ્વારા રાજયના ઉર્જા મંત્રીને લેખિત અને રૂૂબરૂૂમાં પણ રજુઆત કરાતા 66 કે.વી.ની લાઈન તથા નડતરરૂૂપ વિજપોલ હટાવવાનો જાહેર હિતમાં નિર્ણય કરાતાં નાગરિકોમાં ખુશી અને રાહતની લાગણી પ્રસરી ગઈ હતી.

સાથોસાથ ત્રણ વર્ષના ગાળા દરમ્યાન દર વર્ષે સર્વ રોગ નિદાન કેમ્પ, પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સહાય યોજના કેમ્પ, કાર્યકર્તાઓને વીમાકવચની ભેટ, આયુષ્યમાન કાર્ડ, મુખ્યમંત્રી રાહત ફંડમાં થી જરૂૂરીયાતમંદ દર્દીઓને સહાય માટે ભલામણ, નવરાત્રી પર્વમાં 500થી વધુ ગરબીમંડળની બાળાઓને લ્હાણી વિતરણ, શિયાળામાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકોને સ્વેટર વિતરણ, ધો.10-12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે ’પરીશ્રમ એ જ પારસમણિ’ કાર્યક્રમ, ધો.10-12 પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું ’જ્ઞાનરત્ન અભિવાદન સમારોહ’ થકી શીલ્ડથી સન્માન, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત શાળાના 12500 થી વધુ બાળકોને ચોકલેટ વિતરણ, તુલસી વિવાહના પાવન પર્વે 10 હજારથી વધુ તુલસીના રોપાનું કુંડા સાથે વિનામુલ્યે વિતરણ, પોતાના જન્મદિવસ નિમિતે નેત્રયજ્ઞ અને વિવિધ સેવાકાર્યો જેવા અનેકવિધ સેવાકાર્યોની સુહાસ ફેલાવી તેમજ ભારતીય જનતા પાર્ટીના વિવિધ સંગઠનાત્મક કાર્યોમાં સતત વ્યસ્તતા વચ્ચે પણ જનસેવા કાર્યાલયના માઘ્યમથી જનતા જર્નાદન સાથે જીવંત સંર્પક કેળવી 68-રાજકોટ((પૂર્વ) વિસ્તારમાં અપાર લોકચાહના હાંસલ કરેલ છે.

રાજકોટ શહેર અત્યારે તેજ રફતારથી વિકાસપથ પર નિરંતર ગતિ કરી રહયું છે. ત્યારે ધારાસભ્ય તરીકે આ વિકાસની ગતિ જળવાયેલી રહે તે મારી જવાબદારી બની રહે તેવા પ્રમાણિક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકસેવારૂૂપી આ કર્તવ્યમાં સરકાર અને ભારતીય જનતા પાર્ટીરૂૂપી પરિવારના તમામ હોદેદારો, પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, વિવિધ સમાજના અગ્રણીઓનો જે સાથ-સહકાર મળ્યો તે ખુબ મોટી તાકાત છે. ત્યારે ધારાસભ્ય તરીકે પ્રથમ ત્રણ વર્ષના સમયગાળામાં થયેલા પ્રજાલક્ષી સેવાકીય કાર્યોના સરવૈયાનો સચિત્ર અહેવાલ પુસ્તિકારૂૂપે રજુ કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે, વિકાસની એક નવી પરિભાષા આલેખવામાં સરકારના સહકાર સાથે પ્રજાના પ્રતિનિધિ તરીકે ફરજો બજાવી પ્રજાની સેવામાં હરહંમેશ સમર્પિત રહેવાની ખાતરી આપતા આ સેવાયજ્ઞમાં વિધાનસભા-68 ભાજપ પરિવાર, તમામ વર્ગ, જ્ઞાતિ, જાતિ, ધર્મ, વિવિધ સંસ્થાઓ, સંગઠનો તથા પ્રિન્ટ અને ઈલેકટ્રોનીકસ મિડીયાના પ્રતિનિધિઓનો જાહેર આભાર વ્યકત કરેલ હતો.

Exit mobile version