ગુજરાત

યુવકને હનીટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસમાં હોમગાર્ડ જામીન મુક્ત

Published

on

યુવકે આક્ષેપો સાથેનો વીડિયો બનાવી પાણીની ખાણમાં પડતું મૂકી આપઘાત કરતા યુવતી સહિત બેની ધરપકડ થઈ’તી

રાજકોટ શહેરની ભાગોળે મેટોડા જીઆઈડીસીમાં નોકરી કરતા ધ્રોલ પંથકના યુવકને હનીટ્રેપમાં ફસાવી મરવા મજબુર કરવાના કેસમાં કોર્ટે હોમગાર્ડને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.


આ કેસની હકીકત મુજબ મેટોડા જીઆઈડીસીમાં રહેતા મુળ ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના અજય માવજીભાઈ ખાંભુ (ઉ.વ.24)એ ગત તા. 9-5-2024ના બપોરે વાગુદડ ગામની સીમમાં આવેલ પાણીની ખાણમાં પડતુ મુકી આપઘાત કરી લીધો હતો.યુવકે આપઘાત કરતાં પહેલા વીડિયો બનાવી સ્ટેટસમાં મુકી અંતિમ પગલું ભર્યું હતું.


મૃતક યુવકના મોબાઈલ ફોનમાંથી વીડિયો મળી આવ્યો હતો જેમાં મને કિરૂૂડી અને રાહુલિયો દબાવ્યા રાખે છે. હર વખથે મારો પગાર ખોવાઈ ન જતો પરંતુ આ બન્ને મને બ્લેકમેલ કરી મારા પૈસા પડાવી લેતા હોવાનું વીડિયોમાં જણાવ્યું હતું. મેટોડા પોલીસે સ્યુસાઈડ નોટરૂૂપી બનાવેલા વીડિયોના આધારે હાડાટોડા ગામે રહેતા મૃતક યુવકના પિતા માવજીભાઈ નથુભાઈ ખાંભુની ફરિયાદ પરથી મેટોડાના ડાયમંડ પાર્કમાં રહેતી મૂળ મોરબીની કિરૂૂડી ઉર્ફે કિર્તી દાનાભાઈ પરમાર અને રાજકોટના રૈયાધાર પાણીની ટાંકી પાસે રહેતો રાહુલ ભલા બગડા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. યુવકને મરવા મજબુર કરવાના કેસમાં રાહુલ ભલા બગડા જામીન મુક્ત થવા ગોંડલ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલી જતા આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી રાહુલ બગડાને જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપીના બચાવ પક્ષે એડવોકેટ પિયુષ ડી. ગોહીલ રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version