rajkot

શાપર-વેરાવળની યુવતીને લગ્નની લાલચ આપી HIVગ્રસ્ત યુવાને દુષ્કર્મ આચર્યું

Published

on

રાજકોટ જિલ્લામાં સ્ત્રી અત્યાચારના બનાવો વધી રહ્યાં છે ત્યારે શાપર વેરાવળમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વાણંદ યુવાન એચઆવીપી ગ્રસ્ત હોવા છતા વાત છુપાવી યુવતી પર અનેક વખત દુષ્કર્મ આચર્યા બાદ લગ્ન કરવાની ઘસીને ના પાડી દઈ ઠગાઈ વિશ્ર્વાસઘાત કરતાં અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, મુળ જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકની વતની અને છેલ્લા ઘણા સમયથી રાજકોટ નજીક શાપર વેરાવળ નજીક આવેલ શાંતિધામ સોસાયટીમાં રહેતી 20 વર્ષની યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુળ ગીર સોમનાથ જિલ્લાના ઉના ના વતની જીગ્નેશ ધીરજલાલ મારૂનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતી શાપર વેરાવળ ખાતે રહેતી હોય આરોપી સાથે દોઢ વર્ષ પહેલા પરિચય થયો હતો. આ વખતે આરોપીએ પોતે કુવારો હોવાનું જણાવી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી દોઢ વર્ષમાં તેની સાથે તેના જ ઘરે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.
વધુમાં જણાવ્યા પ્રમાણે આરોપી પોતે એચઆઈવી પોઝીટીવ હોવા છતાં આ વાત છુપાવી ફરિયાદી યુવતી પર અનેક વખત દુષ્કર્મ આચરી તેનું જીવન પણ જોખમમાં મુકી દીધું હતું અને બાદમાં આરોપી પરિણીત હોવાનું યુવતીને પાછળથી જાણ થઈ હતી.
આરોપીએ પોતે કુવારો હોવાનું જણાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના પર અનેક વખત દુષ્કર્મ આચરી યુવતીને પણ ચેપી રોગનો ભોગ બનાવી છેતરપીંડી કર્યાનું જાણવા મળતાં અંતે યુવતીએ શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બળાત્કાર, ઠગાઈ વિશ્ર્વાસઘાત અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ બનાવની તપાસ ગોંડલના ડીવાયએસપી કે.જી.ઝાલા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે અને આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version