ગુજરાત

કાળીપાટ નજીક હિટ એન્ડ રન: અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત

Published

on

શહેરના આજીડેમ નજીક કાળીપાટ નજીક અજાણયા વાહનની ઠોકરે બાઇક ચાલક યુવાનનું મોત નીપજયુ હતુ. આ અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે તપાસ શરૂ કરી છે.


મળતી વિગતો અનુસાર, કાળીપાટ ગામે રહેતો વિપુલ વલ્લભભાઇ ભરાડીયા ગામના 32 વર્ષનો યુવાન ગઇકાલે પોતાનું બાઇક લઇ નવા રીંગ રોડ પાસે કાળીપાટ પાસેથી પસાર થતો હતો ત્યારે અજાણયા વાહનની ઠોકરે યુવાન ફંગોળાઇ રસ્તા પર પટકાતા તેમનું સારવારમાં મોત નિપજયુ હતુ.


વિપુલને સંતાનમાં એક દીકરો અને પોતે ત્રણભાઇ એક બહેનમાં મોટો છે. વિપુલ કાળીપાટ ગામથી આગળ રોડ પર સર્વીસ સ્ટેશન હતુ પોતે ત્યા જતા હોવાનું જાણવા મળી રહ્યું છે. અંગે આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version