ગુજરાત

ફલ્લા પાસે હિટ એન્ડ રન, અજાણ્યા આઘેડનું મોત

Published

on

જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામના પાટીયા પાસે ફરીથી હિટ એન્ડ રન નો બનાવ બન્યો છે, અને એક અજ્ઞાત આઘેડનો ભોગ લેવાયો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.


આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા ગામની ગોલાઈ પાસે કોઈ અજાણ્યા વાહન ના ચાલકે એક અજ્ઞાત આધેડને હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, અને વાહનચાલક ભાગી છૂટ્યો હતો. જે બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત અકસ્માત સર્જીને ભાગી છુટનારા વાહન ચાલકની પણ શોધખોળ આરંભી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version