Site icon Gujarat Mirror

રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગારધામ પકડાયું

રાજકોટ શહેરમા રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે તુલશીપત્ર એપાર્ટમેન્ટ ફલેટ નં 40ર મા રહેતા મહીલાના ઘરમા જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિર્વસીટી પોલીસના સ્ટાફે દરોડો પાડી આઠ મહીલાને ઝડપી લઇ ર9 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

વધુ વિગતો મુજબ રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે તુલશીપત્ર એપાર્ટમેન્ટ ફલેટ નં 40ર મા રહેતા ભારતીબેન જીતેન્દ્રભાઇ ધ્રુવ નામના મહીલાના મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે યુનિર્વસીટી પોલીસ મથકના એએસઆઇ જગમાલભાઇ ખટાણા અને વનરાજભાઇ સહીતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ભારતીબેન જીતેન્દ્રભાઇ ધ્રુવ, કવિતાબેન રમેશભાઇ આપલાણી, ચેતનાબેન મીલનભાઇ સંઘાણી, એકતાબેન ગૌરાંગભાઇ કેશરીયા, અલ્પાબેન નિલેશભાઇ ઉનડકટ, વનિતાબેન પ્રતાપગીરી ગોસ્વામી, બીનાબેન રાજુભાઇ શાહ અને નીતાબેન તેજસભાઇ દોમડીયાને પકડી લઇ રૂ. ર9 હજારનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતોે.

જયારે બીજા દરોડામા કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ મોહીતભાઇ કુંભારવાડીયા, ભાવેશભાઇ મકવાણા, વિશાલભાઇ બસીયા અને યશપાલસિંહ જાડેજા સહીતનો સ્ટાફ થર્ટી ફર્સ્ટ અનુસંધાને પેટ્રોલીંગમા હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે કુવાડવા ગામ સ્મશાનની પાછળ આવેલા મંદિરની પાછળ ખુલ્લા પ્લોટમા જુગાર રમાય છે. જેથી સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જુગાર રમતા પ્રેમજી કરમશી અઘોલા, ભરત રણછોડ મારવાણીયા, ભુપત સંગ્રામ બહુકીયા, રણછોડ ભગાભાઇ આબસણીયા અને લાખા કર્ણાભાઇ લામકા સહીતનાઓને પકડી લઇ રોકડા રૂપિયા 11000, પાંચ મોબાઇલ સહીત 41000નો મુદામાલ જપ્ત કર્યો હતો.

Exit mobile version