Site icon Gujarat Mirror

સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

વિછીયા પંથકની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. પોકસો એકટના ગુનામાં સંડોવાયેલા આરોપીને હાઇકોર્ટ દ્વારા જામીન મુક્ત કરવામાં આવ્યો છે.

આ કેસની હકીકત મુજબ વિછીયા પંથકમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીરાને કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે આરોપી હરેશભાઈ ભાવસીંગભાઈ સોલંકી અપહરણ કરી ગયો હોવાની ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી હરેશભાઈ સોલંકીની ધરપકડ કરી સ્પેશ્યલ પોકસો કોર્ટમાં રજુ કરતા આરોપી વિરૂૂધ્ધ પોકસો એકટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આરોપી હરેશભાઈ સોલંકીએ જામીન મુક્ત થવા પોતાના વકીલ મારફત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઈકોર્ટે આરોપીને જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવ્યો છે.

આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ જાદવ, વિરલ ચૌહાણ, મદદનીશમા અભય ચાવડા, વિક્રમ કિહલા અને હાઈકોર્ટમા મેહુલ પાડલીયા રોકાયા હતા.

Exit mobile version