Site icon Gujarat Mirror

બાપુનગરમાં પાંચ માસ પૂર્વે ખેલાયેલા ખૂન કેસમાં આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ

શહેરના 80 ફુટ રોડ નજીક આવેલા બાપુનગરમાં પાંચ માસ પૂર્વે નજીવી બાબતે થયેલી હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા અફઝલ જુણેજાને હાઇકોર્ટે જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં બાપુનગર વિસ્તારમાં રહેતા ઈશાન કાસવાણી નામના યુવક પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા અંગેની મૃતકના પિતા મુસ્તુફાભાઈ હબીબભાઈ કાસવાણીએ ભક્તિનગર પોલીસમાં અમન મહેબુબ ચૌહાણ, અફઝલ સિકંદર જુનેજા અને સાહિલ હુસેન પતાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં આરોપી અમન ચૌહાણની પત્ની સાથે મૃતક ઇશાનને મિત્રતા હોય જે તેવી શંકાએ ઝઘડો બોલાચાલી કરી મોતને ઘાટ ઉતારીયાની કબુલાત આપી હતી.

તપાસ પૂર્ણ થતા ત્રણેયને જેલ હવાલે કરેલ બાદ આરોપીઓ પૈકી અફઝલ સિકંદર જુણેજાની સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા જે હુકમથી નારાજ થઈ અફઝલ જુણેજાએ પોતાના વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જે જામીન અરજી ચાલી જતાં ફરિયાદપક્ષ તથા આરોપીપક્ષની દલીલો, ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓ તેમજ કેસના સંજોગોને ધ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપી અફઝલ જુણેજાની રેગ્યુલર જામીન અરજી મંજુર કરવામાં આવી હતી.

આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર કાઉન્સિલ જાલ ઉનવાલા, એડવોકેટ તેજલબેન વસી, રાજકોટમાં વકીલ રૂૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ. જીતભાઈ શાહ, ફેઝાનભાઈ સમા, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા અને પ્રેમરાજસિંહ પરમાર રોકાયા હતા.

Exit mobile version