Site icon Gujarat Mirror

હડાળાના પાટિયા પાસે દર્શન કરી પરત ફરતા યુવકના બાઇક સાથે આખલો અથડાયો

oplus_2097184

જુદા-જુદા ચાર સ્થળે ચાર યુવાને જ્વલનશીલ પ્રવાહી પીધું

શહેરમાં પેડક રોડ પર આવેલા રત્નદિપમાં રહેતો યુવાન મોરબીમાં મેલડી માતાના દર્શન કરી પરત ફરતો હતો. ત્યારે હડાળાના પાટીયા પાસે અચાનક આખલો ધસી આવતા બાઇક આખલા સાથે અથડાયુ હતુ. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ પર આવેલા રત્નદિપમાં રહેતા કમલેશ દિનેશભાઇ ઝાલા (ઉ.વ.32) સાંજના સાત વાગ્યના અરસામાં પોતાનુ બાઇક લઇ મોરબી મેલડી માતાના દર્શન કરવા ગયો હતો.

દર્શન કરી યુવાન પરત ફરતો હતો ત્યારે હડાળા ગામના પાટીયા પાસે આખલો ધસી આવતા બાઇક આખલા સાથે અથડાયુ હતું. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાત અન્ય બનાવમાં જુદા જુદા ચાર સ્થળે ચાર યુવાને જવલનશીલ પ્રવાહી પી લીધુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં જામનગર રોડ પર વાલ્મીકી વાડીમાં આવાસ કવાર્ટરમાં રહેતા સાગર કાન્તીભાઇ ઝાલાએ પરસાણાનગરમાં ફિનાઇલ, ભગવતીપરામાં ચિરંજીત કાલીપડો મંડલ (ઉ.વ.34)એ મધરાત્રે ફિનાઇલ, રૈયારોડ બ્રહ્મ સમાજ ચોકમાં જીજ્ઞેશ દિનેશભાઇ વાગડીયા (ઉ.વ.36)એ ઝેરી દવા અને લક્ષ્મીનગર મેઇન રોડ પર દાસીજીવણપરામાં યશ રાજેશભાઇ મહેતા (ઉ.વ.25)એ મવડી ગામ સ્મશાન નજીક ફિનાઇલ પી લીધુ હતું ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version