Site icon Gujarat Mirror

કોવાયામાં હાઇવેથી માંડી શેરીઓ સુધી વનરાજોના ટોળાં

એક સાથે 12 સિંહોનું ઝૂંડ નીકળી પડયું, કોવાયા ગામના મકાનમાં પણ ઘુસણખોરી

રાજુલાના કોવાયા ગામમાં વનરાજોના ટોળાએ હાઇ-વેથી માંડી ગામની શેરીઓ-ગલીઓમાં લટાર મારતા લોકોમાં ભયનું લખલખુ છૂટીગયુ હતુ.રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક પાવર પ્લાન્ટ કંપની પાસે આવેલ માર્ગ ઉપર 12 સિંહનું ગ્રુપ રસ્તા પરથી પસાર થતું જોવા મળ્યું હતું. થોડીવાર માટે રસ્તા પર દોડધામ કર્યા બાદ બાવળની ઝાડીમાં જતા રહ્યા છે. રસ્તા પર એક સાથે 12 જેટલા સિંહ નીકળતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.આ દરમિયાન કોવાયા ગામમાં એક રહેણાંક મકાનમાં સિંહ પરિવાર ઘૂસી આવ્યો હતો.

સુરેશભાઈ અગ્રવાતના રહેણાંક મકાનમા અડધી રાતે સિંહ પરિવાર દીવાલ ઉપર છલાંગ લગાવી અંદર પ્રવેશ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સિંહ પરિવાર ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારવા પહોંચી જાય છે. જ્યા દિવલ ઉપર છલાંગ લગાવી એક રહેણાંક મકાનમાં આખો સિંહ પરિવાર ઘૂસી જાય છે. જે બાદ ત્યા જ લટાર મારે છે. જોકે, રૂૂમના દરવાજા બંધ હતા જેથી રૂૂમની અંદર તો સિંહ જઈ શક્યા ન હતા. આ દરમિયાન બહાર શ્વાન પર ફરી રહ્યો હતો. તે સમયે જ આસપાસના લોકો જાગી ગયા હતા. જેથી સિંહ પરિવાર બહાર નીકળવા દોડધામ કરી રહ્યો હતો. સિંહો ચારે તરફ દોડધામ કરતા જોવા મળ્યા હતા.

અંતે આસપાસના લોકોએ ગેટ ખોલી દેતા સિંહો છલાંગો મારી બહાર નીકળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના 2 દિવસ પહેલાની છે. 2 દિવસ પહેલા 12 જેટલા સાવજનું ગ્રુપ કોવાયા ગામના માર્ગ ઉપર દોડધામ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સિંહની અવર જવર વધતા હવે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. રાજુલા તાલુકાના કોવાયા ગામના આગેવાન મીઠાભાઈ લાખણોત્રાએ જણાવ્યું કે, વન્યપ્રાણી અમારા ગામમાં તો જ્યારે ને ત્યારે આવતા જ પરંતુ હવે તો ઘરમાં આવી જાય છે, ત્યારે વનવિભાગને વિનંતી છે કે, આ સિંહોને અહિંથી દૂર લઈ જાય.

Exit mobile version