હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ પાંચ લોકો ધબકારા ચૂકી ગયા

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ પાંચ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં છાપરા ગામે અને ત્રંબા ગામે બે શ્રમિક…

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ પાંચ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં છાપરા ગામે અને ત્રંબા ગામે બે શ્રમિક યુવાન શાંતિવન સોસાયટી અને જશરાજનગરમાં બે રિક્ષા ચાલક અને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં અજાણયા મુસાફરનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે મેટોડા પાસે આવેલા છાપરા ગામે કંપનીમાં કામ કરતા મધ્યપ્રદેશના મહારાજસિંગ શ્રીલાલ જાટવ (ઉ.વ.26)ને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યા તેનુ મોત નીપજ્યુ હતું.

જ્યારે બીજા બનાવમાં મુળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ત્રંબા ગામે કારખાનામાં કામ કરતા ધનેશકુમાર કૈલાશ (ઉ.વ.38) બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યા ફરજ પરના તબીબે યુવકનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

ત્રીજા બનાવમાં રતનપર પાસે આવેલી શાંતિવન સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રાજેશભાઇ મનસુરભાઇ સવસેટા (ઉ.વ.54) રાત્રીના સમયે પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યુ હતું. આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

ચોથા બનાવમાં 150 ફૂટ રીંગરોડ પર જશરાજનગરમાં રહેતા રાજેન્દ્રસિંહ રૂપસિંહ ભટ્ટી નામના 39 વર્ષના યુવકને હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલીક સારવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેને સારવાર મળે તે પૂર્વે જ મોત થયુ હતું. મૃતક યુવાન ત્રણ ભાઇ એક બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે.

આ ઉપરાંત પાંચમાં બનાવમાં સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં મુંબઇ તરફથી આવતો આશરે 30 વર્ષનો અજાણયો યુવાન જનરલ ડબામાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા ફરજ પરના તબીબે જોઇ તપાસી યુવકને નિષ્પ્રાણ જાહેર કર્યો હતો. પોલીસે મૃતક યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.