ક્રાઇમ

અગાઉની ફરિયાદમાં હકુભાની ધરપકડ કરી હોત તો સગીરા પર દુષ્કર્મ ન થાત: ફોજદાર ભગોરા સસ્પેન્ડ

Published

on

સગીરાએ પોલીસ કમિશનર કચેરીએ ઝેરી દવા પીધા બાદ વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી છતાં હકુભા વિસ્તારમાં ખુલ્લેઆમ ફરતો અને સગીરાના ઘરે જઇ દુષ્કર્મની ધમકી પણ આપી

શહેરના ભીસ્તીવાડમાં રહેતાં નામચીન શખ્સ હકુભાએ વ્યાજખોરી અંગે થયેલી ફરિયાદમાં સમાધાન કરવાનું કહી એક સગીરા, તેણીના માસી, નાની બહેન અને માસીના દિકરા સહિતનાનું કારમાં અપહરણ કરી ભગવતીપરાના છેડે વાડીમાં લઈ જઈ સગીરા અને તેના માસીને મારકૂટ કરી બાદમાં હકુભાએ પોતાની પત્ની અને બાળાના માસીની હાજરીમાં જ આ બાળા પર બળાત્કાર ગુજારી ત્યાંથી ફરીવાર ભગવતીપરાના ડેલામાં ફરીથી બાળા પર બીજીવાર બળાત્કાર ગુજારતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.આ બનાવ બાદ બી ડિવિઝન પોલીસમાં અપહરણ,દુષ્કર્મ,પોસ્કો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી હકુભા અને તેમના પુત્ર સહિત ત્રણની ધરપકડ કરી હતી.

આ બનાવના ઘેરા પડઘા પ્ર.નગર પોલીસ મથકમાં પડ્યા હતા.જેમાં અગાઉ તાં.18/10ના રોજ બાળકીની બહેને હકુભા આણી ટોળકીએ આંતક મચાવી પૈસાની ઉઘરાણી કરતા પોલીસ કમિશ્નર કચેરીમાં યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ બનાવમાં પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ ભગોરાએ બાળકીના માતાની ફરિયાદ પરથી હકુભા ખિયાણી,તેનો પુત્ર મિરઝાદ,પુત્ર વધુ સોનીબેન એઝાઝ અને અલી વિરુદ્ધ મારામારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવમાં તપાસ પ્ર.નગર પોલીસના પીએસઆઈ કે.એસ.ભગોરા ચલાવી રહ્યા હતા.આ બનાવમાં હકુભાની ધરપકડ ન કરી જેથી હકુભા ઉપર પોલીસનો ખૌફ ના હોય તેમ પોતે ખુલ્લેઆમ વિસ્તારમાં ફરતો અને આ ફરિયાદ મામલે ફરિયાદીના ઘરે જઈ એક વાર આ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી પણ આપી હતી.આ ફરિયાદમાં પીએસઆઈ ભગોરાએ બેદરકારી દાખવી આરોપી હકુભાને ન પકડતા તેમને સગીરાને પરિવાર સાથે સમાધાનના બહાને લઈ જઈ દુષ્કર્મ આચાર્યુ હતું.આ મામલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આકરા પગલાં લઈ પીએસઆઈ ભગોરાને ફરજ પર બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જૂની ફરિયાદમાં એટ્રોસિટીનો કરાયો ઉમેરો
ગઈ.તા.19/11ના રોજ સગીરાની માતાની ફરિયાદ પરથી હકુભા આણી ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં પ્ર.નગર પીએસઆઈ કે.એસ.ભગોરાએ આજ સુધી કોઈ પણ આરોપીને પકડયા નહોતા.આ મામલે તપાસમાં બેદરકારી બદલ તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.પોલીસના આધારભૂત સૂત્રોમાંથી જાણ્યા પ્રમાણે,જૂની ફરિયાદમાં એટ્રોસીટીની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version