ગુજરાત

કોડીનારથી વિધાનસભાની ચૂંટણી લડનાર મહેશ આણી ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો

Published

on

ગેેંગ લીડર મહેશ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ, લૂંટ અને મારામારી સહીત 10 ગુના: પાંચમાં આરોપી રફીક વિરૂધ્ધ હત્યાના પ્રયાસ, લૂંટ અને એટ્રોસિટી સહિત 15 ગુના: શોધખોળ

ગિર સોમનાથ જિલ્લામાં સંગઠિત ગુના આચરતી વધુ એક ટોળકી સામે ગુજસીટોક એટલે ધી ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયો છે. ટોળકીના પાંચ સભ્યોમાંથી ચારને પોલીસે ઝડપી લઇ પાંચમાં સભ્યની શોધખોળ શરૂૂ કરી છે. ગિર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજસીટોકનો આ ત્રીજો કેસ છે.


ગિર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી મહેશ જેઠાભાઈ મકવાણા (ઉ.વ.43, રહે. પણાંદર રોડ, કોડીનાર) પોતાના સાગરિતો સાથે મળી સંગઠિત ગુનાઓ આચરતો હોવાનું ધ્યાન પર આવતાં એસપી મનોહરસિંહ જાડેજાએ એલસીબીને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.


જેના ભાગરૂૂપે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ અરવિંદસિંહ જાડેજાએ ટોળકીના તમામ સભ્યો વિરૂૂધ્ધ નોંધાયેલા ગુનાની માહિતી મેળવી તેના અંતે સરકાર તરફે ફરિયાદી બની કોડીનાર પોલીસમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ટોળકીના પાંચ સભ્યો સામે ગુનો દાખલ થયો છે.જેમાંથી ગેંગ લીડર મહેશ સહિત ચાર સભ્યોની અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મહેશ મકવાણા કોંગ્રેસમાંથી અગાઉ વિધાનસભાની કોડીનાર બેઠકની ચૂંટણી લડયો હતો!


પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગેંગ લીડર મહેશ વિરૂૂધ્ધ અત્યાર સુધીમાં ફરજમાં રૂૂકાવટ, લૂંટ, મારામારી, ધાક ધમકી આપવી સહિતના કુલ 10 ગુના નોંધાયેલા છે. આ તમામ ગુના કોડીનાર પોલીસ મથકમાં જ નોંધાયેલા છે.


બીજા આરોપી હરેશ ચીકુ ઉર્ફે સીદીભાઈ દમણીયા (ઉ.વ.42, રહે. જીન પ્લોટ, કોડીનાર) વિરૂૂધ્ધ ગુજરાત માઇન્સ એન્ડ મીનરલ્સ એક્ટ ઉપરાંત લૂંટ, મારામારી, ધાક ધમકી આપવી સહિતના 8 ગુના કોડીનાર અને ગિર ગઢડા પોલીસ મથકમાં નોંધાયા છે.


ત્રીજા આરોપી રમેશ વીરાભાઇ ચુડાસમા (ઉ.વ.40, રહે. પણાંદર રોડ, કોડીનાર) વિરૂૂધ્ધ ફરજમાં રૂૂકાવટ, લૂંટ સહિતના 6 ગુના કોડીનાર પોલીસમાં નોંધાયા છે. ચોથા આરોપી મુનાફ ઉર્ફે મુન્નો નજીરભાઈ નોહવી (ઉ.વ.32, રહે. જીન પ્લોટ, કોડીનાર) વિરૂૂધ્ધ ફરજમાં રૂૂકાવટ સહિતના 3 ગુના કોડીનાર પોલીસમાં નોંધાયા છે.
પાંચમાં વોન્ટેડ આરોપી રફીક ઉર્ફે ભૂરો સુલેમાન સલોત (રહે. નીલકમલ પાર્ક, રઘુવીર સોસાયટી, કોડીનાર) પણ લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.તેના વિરૂૂધ્ધ ધાક ધમકી, મારામારી, લૂંટ, એટ્રોસિટી, ખૂનની કોશિષ સહિતના 15 ગુના કોડીનાર પોલીસ મથકમાં નોંધાયેલા છે.


આ તમામ આરોપીઓ વિરૂૂધ્ધ નોંધાયેલા ગુનાઓ ધ્યાને લઇ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેના આધારે આજે પરોઢિયે જ ચારેય આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version