ગુજરાત

ગુજરાતને સતત બીજા દિવસે વાઝડી સાથે ધમરોળતો વરસાદ

Published

on

વ્યારામાં 9, સોનગઢ-વિસાવદર-ઘોઘામાં 6, પાલિતાણા-વાપી-વલ્લભીપુર-પારડીમાં
4 ઈંચ, અનેક સ્થળે મિનિ વાવાઝોડું ફૂંકાતા વ્યાપક નુક્સાન

રાજકોટમાં ગઈકાલે મોડી સાંજે તોફાની પવન સાથે વરસાદ પડતાં અમુક સ્થળે વૃક્ષા-થાંભલા ધસી પડયા હતાં


ગુજરાતમાં ચોમાસાએ વિદાય લેતી વેળાએ ભારે વરસાદ વરસાવવાનું શરૂ કર્યુ છે. સતત બીજા દિવસે ભારે પવન સાથે રાજ્યના 212 તાલુકામાં 1 થી 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગઈકાલે હાથિયો બેસતા હવામાન નિષ્ણાંતો દ્વારા એક સપ્તાહ વરસાદના યોગ હોવાનું જણાવ્યું હતું. જેમાં આજે બીજા દિવસે પણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળી નવ ઈંચ જેટલો ભારે વરસાદ ઝીંકી દેતા અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી.
જ્યારે નદીઓ ગાંડીતૂર થતાં તેમજ શહેરો જળબંબાકાર થયા હતાં. તેમજ મીની વાવાઝોડાના કારણે જનજીવનને ભારે અસર પહોંચી હતી.


રાજ્યમાં સતત બીજા દિવસે 9 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં તાપી જિલ્લાના વ્યારા ખાતે સૌથી વધુ 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ સોનગઢ પંથકમાં 7 ઈંચ, વિસાવદર 7, ઘોઘા 6, પાલિતાણા 4, વાપી 4, વલ્લભીપૂર 4 તેમજ પારડી-વલસાડ, ભાવનગર, સિંહોર, ઉના, સુત્રાપાડા, સાયલા, કોડિનાર, જલાલપોર, ભેંસાણ અને સુરેન્દ્રનગર પંથકમાં 3 થી 4 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ગઈકાલે સાંજથી ભારે પવન સાથે કાળાડિબાંગ વાદળો આકાશમાં છવાઈ ગયા બાદ રાત્રીના સમયે વરસાદ તુટી પડ્યો હતો. મીની વાવાઝોડું ફુંકાયુ હોય તેમ વરસાદ સાથે ભારે પવન હોવાથી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની તેમજ ખેતીના ઉભા પાકને પણ વ્યાપક નુક્શાની થઈ છે.


રાજ્યમાં 9 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. જેમાં દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં બે થી 7 ઈંચ વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લામાં 3થી 7 ઈંચ તેમજ તાપી જિલ્લાના વ્યારા-સોનગઢમાં 7થી 9 ઈંચ, વલસાડ જિલ્લાના પારડી અને ઉબેર ગામમાં 3॥થી 4 ઈંચ વરસાદ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છા. હવામાન વિભાગ દ્વારા હજુ પણ બે દિવસ વરસાદની આગાહીના પગલે અને ગુજરાત ઉપર વાદળોના ગંજ ખડકાયેલા હોય વધુ વરસાદ પડવની સંભાવના સેવાઈ રહી છે.

14 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, મધ્ય મહારાષ્ટ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બનેલું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, મધ્ય મહારાષ્ટ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વિજળી પડતા 33 પશુનાં મોત
સૌરાષ્ટ્રમાં ગઈકાલે રાત્રીના વિજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળીના ભેટ ગામે પશુપાલકના વંડામાં વિજળી પડતા 31 ગેટા-બકરાના મોત થયા હતાં. જ્યારે સરા ગામે એક ભેંસ અને મંદાસર રૂપાવતીમાં એક ભેંસ પાડી સહિત એક જ જિલ્લામાં 33 પશુઓના મોત નિપજ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version