રાજકોટમાં આજે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ અને ગુજરાતના પ્રભારી રણદીપ સૂરજેવાલાએ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓ, ઓછા વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ, મગફળી અને કપાસના પાકના નુકસાન, ટેકાના ભાવ તેમજ વીજળી સંકટના મુદ્દે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને કચ્છ જિલ્લામાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જળાશયોમાં પાણીનો જથ્થો ઘટતાં સિંચાઈ માટે નર્મદાના પાણી પર આધાર રાખવાની સ્થિતિ ઊભી થઈ છે. આજી અને ભાદર ડેમમાં માત્ર 50 ટકા જેટલો જળજથ્થો બચ્યો હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ખેડૂતોની આવી ગંભીર પરિસ્થિતિ છતાં રાજ્ય સરકાર દુષ્કાળ જાહેર કરવા માટે કેમ તૈયાર નથી?
સૂરજેવાલાએ માંગ કરી હતી કે ઓછા વરસાદ અને પાકના નુકસાનથી પીડાતા ખેડૂતોની સ્થિતિનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે અને મગફળી તથા કપાસના પાકમાં નુકસાન સહન કરનારા ખેડૂતોને વિલંબ કર્યા વિના યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે સરકાર તાત્કાલિક અસરકારક પગલાં ભરે તે જરૂૂરી છે.
મગફળી અને કપાસના ટેકાના ભાવના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતાં તેમણે ઈઅઈઙના અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો. મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹9,000 નક્કી કરવાની માગ સામે સરકારે ₹7,500નો ભાવ જાહેર કર્યો હોવાનો આક્ષેપ કરતાં તેમણે ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય આપવાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો હતો.
વધુમાં, ટેકાના ભાવે ખરીદી માટેના પોર્ટલ રજિસ્ટ્રેશનમાંથી આશરે 80 હજાર ખેડૂતોનાં નામ દૂર કરવામાં આવ્યાં હોવાનો દાવો કરતાં તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ખેડૂતોને સહાય અને ખરીદીનો લાભ મળવો જોઈએ ત્યારે તેમની નોંધણીમાંથી નામ દૂર થવાથી તેમને અન્યાય થતો નથી? ખેડૂતોને ખરીદી પ્રક્રિયામાં પારદર્શકતા સાથે ન્યાય મળે અને કોઈ પણ પાત્ર ખેડૂત સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાની તેમણે માંગ કરી હતી.
રાજ્યમાં વીજ સંકટના મુદ્દે નિવેદન આપતાં રણદીપ સૂરજેવાલાએ તેને ભાજપ મેડ ડિઝાસ્ટર ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર વીજળીની ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડે તે રીતે કામગીરી કરી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, અન્ય રાજ્યોની સરકારો પાસેથી પણ વીજળી મેળવી શકાય તેમ હોવા છતાં ગુજરાત સરકાર તે દિશામાં જરૂૂરી પગલાં ભરતી નથી.
તેમણે વીજળીની ઉપલબ્ધતા અને વ્યવસ્થાપન અંગે સરકારની નીતિ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ખેડૂતો અને સામાન્ય જનતાના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ. વીજળી અને બીજ જેવી મૂળભૂત જરૂૂરિયાતોના સંકટનો ભોગ ખેડૂતોને બનવું પડે તે સ્વીકાર્ય નથી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા જી એ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ખેડૂતો હેરાન પરેશાન છે તેમ છતાં સરકાર ઘોર નિંદ્રા માં છે, પરંતુ આ સરકાર સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાયની લડત ચાલુ રહેશે કોંગ્રેસ પક્ષ હંમેશા સત્ય માટે લડતો રહ્યો છે અને લડતો રહેશે.
આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા અને રાજકોટ જિલ્લા પ્રમુખ હિતેશ ભાઈ વોરા ના રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજનમાં રણદીપસિંહ સુરજેવાલજી, અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી, સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ દેવેન્દ્ર, યાદવ, શક્તિસિંહ ગોહિલજી, પરેશભાઈ ધાનાણી, ઋત્વિકભાઈ મકવાણા, વિક્રમભાઈ માડમ, વિમલભાઈ ચુડાસમા, ધરાસભ્ય જાવેદ પીરજાદાજી, નૌશાદભાઈ સોલંકી, મહેશભાઈ રાજપુત તેમજ સૌરાષ્ટ્રના 12 જિલ્લા પ્રમુખઓં તેમજ તમામ તાલુકા પ્રમુખો શહેર પ્રમુખો તેમજ પ્રદેશ હોદ્દેદારો પૂર્વ ધારાસભ્યઓ આજ ના સંગઠન સંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા તેમજ સંગઠનના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા.
