નલિયામાં દુર્લભ પ્રજાતિના ઘોરાડ પક્ષીના નર બચ્ચાનો જન્મ, આતુરતાનો અંત

ગુજરાતમાં લુપ્ત થવાના આરે પહોંચી ગયેલા અને અત્યંત દુર્લભ એવા ’ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ’ (GIB – જેને ગુજરાતીમાં ઘોરાડ કહેવાય છે) પક્ષીને બચાવવાના પ્રયાસોને મોટી સફળતા…

ગુજરાતમાં લુપ્ત થવાના આરે પહોંચી ગયેલા અને અત્યંત દુર્લભ એવા ’ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ’ (GIB – જેને ગુજરાતીમાં ઘોરાડ કહેવાય છે) પક્ષીને બચાવવાના પ્રયાસોને મોટી સફળતા મળી છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે ગત 21 મેના રોજ કચ્છમાં જન્મેલું ઘોરાડનું બચ્ચું નર છે. ગુજરાતમાં ડિસેમ્બર 2018 બાદ પ્રથમ વખત કોઈ નર ઘોરાડ નોંધાયો છે.

1990ના દાયકાના અંતમાં 50 થી વધુની સંખ્યામાં જોવા મળતા ઘોરાડની સંખ્યા ઘટીને કચ્છના નલિયાના ઘાસિયા મેદાનોમાં માત્ર ત્રણ પુખ્ત માદા પક્ષીઓ સુધી જ સીમિત રહી ગઈ હતી. એકપણ પુખ્ત નર પક્ષી બચ્યું ન હોવાથી, તેમના કુદરતી પ્રજનનની સંભાવનાઓ લગભગ ધૂંધળી બની ગઈ હતી.

આ નર બચ્ચું ગુજરાત સરકારની ’જમ્પ-સ્ટાર્ટ’ પહેલ હેઠળ જન્મેલું બીજું બચ્ચું છે. આ પહેલ અંતર્ગત, જંગલમાં રહેલી માદા ઘોરાડના માળામાંથી ફળદ્રુપ ન હોય તેવા ઈંડાને બદલીને રાજસ્થાનથી લાવવામાં આવેલું ફળદ્રુપ ઈંડું મૂકવામાં આવે છે. ત્યારબાદ માદા પક્ષી તે ઈંડાને સેવે છે અને ઓછામાં ઓછા માનવ હસ્તક્ષેપ સાથે કુદરતી વાતાવરણમાં બચ્ચાનો ઉછેર કરે છે.આ પહેલ હેઠળ પહેલું બચ્ચું 24 માર્ચના રોજ જન્મ્યું હતું, જે 24 દિવસ પછી ગાયબ થઈ ગયું હતું. જોકે, 21 મેના રોજ જન્મેલું આ બીજું બચ્ચું શરૂૂઆતના 40 દિવસના કપરા સમયગાળામાંથી પાર ઉતરી ગયું છે અને હવે તે ત્રણ મહિનાથી વધુની ઉંમર વટાવી ચૂક્યું છે. વન વિભાગના અધિકારીઓ કે જેઓ આ બચ્ચાનું નિરીક્ષણ કરી રહ્યા છે,

તેમણે જણાવ્યું હતું કે બચ્ચાનો વિકાસ ખૂબ જ સારો થઈ રહ્યો છે અને હવે તે 600 મીટર સુધી ઉડાન ભરવામાં સક્ષમ છે. તેના માથા અને ગરદન પરના પીંછા વધુ સફેદ થઈ રહ્યા છે, જે તેના નર હોવાના લક્ષણો દર્શાવે છે.
ઘોરાડ (ૠઈંઇ) ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર (ઈંઞઈગ) ની રેડ લિસ્ટમાં અત્યંત ગંભીર રીતે જોખમગ્રસ્ત પ્રજાતિ તરીકે નોંધાયેલું છે. તેમના રહેઠાણોનો નાશ અને અન્ય જોખમોને કારણે આ પ્રજાતિ લુપ્ત થવાની અણી પર પહોંચી ગઈ છે. આ નર બચ્ચાની પુષ્ટિ ગુજરાત માટે એક મહત્વપૂર્ણ પગલું છે.