Site icon Gujarat Mirror

USમાં ગુજરાતી સવાણી ડોકટર બંધુઓનું 300 કરોડનું કૌભાંડ; 400 વર્ષની સજાનો ખતરો

અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા બે ગુજરાતી મૂળના ભાઈઓ, ભાસ્કર સવાણી અને અરુણ સવાણીને મલ્ટિ-સ્ટેટ રેકેટિયરિંગ કાવતરા અને વિવિધ પ્રકારની છેતરપિંડીના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. સવાણી ગ્રુપના માધ્યમથી આ ભાઈઓએ મેડિકલ ફ્રોડ સહિતના અનેક કૌભાંડો કરીને કરોડો ડોલરની કમાણી કરી હતી.

ભાસ્કર સવાણી ડેન્ટલ પ્રેક્ટિસનું સંચાલન કરતા હતા જ્યારે તેમના ભાઈ અરુણ સવાણી ઓપરેશન સાથે જોડાયેલ નાણાકીય અને રિયલ એસ્ટેટનું સંચાલન કરતા હતા. નવાઈની વાત તો એ છે કે, તપાસ એજન્સીઓની નજરમાં હોવા છતાં આ બંને ભાઈઓ સોશિયલ મીડિયા પર કાશ પટેલ જેવા ઉચ્ચ અધિકારીઓ સાથેના ફોટો શેર કરીને રૂૂઆબ બતાવતા હતા. વર્ષ 2023માં તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂૂ થઈ હતી, જેના અંતર્ગત હવે જુલાઈ 2026માં તેમને સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં ભાસ્કરને 420 વર્ષ અને અરુણને 415 વર્ષની લાંબી જેલની સજા થઈ શકે છે.

સવાણી ભાઈઓએ આચર્યા છે આ ગંભીર કૌભાંડો: ઇં-1ઇ વિઝા કૌભાંડ: ભારતીયોને નોકરીએ રાખવાના બહાને ખોટી અરજીઓ ફાઈલ કરવી અને તેમની પાસેથી ગેરકાયદે ફી વસૂલવી. મેડિકલ ફ્રોડ: મેડિકેડના કોન્ટ્રાક્ટ રદ થયા હોવા છતાં અન્યના નામે વ્યવસાય બતાવીને મેડિકેડ પાસેથી આશરે 32 મિલિયન (3 કરોડ ડોલર)થી વધુની છેતરપિંડી કરવી. હેલ્થકેર ફ્રોડ: જે ડોક્ટરો અમેરિકામાં ન હોય તેમના નામનો ઉપયોગ કરીને ખોટા બિલ બનાવવા અને બિનઅનુભવી લોકો પાસે સારવાર કરાવવી. મની લોન્ડરિંગ: છેતરપિંડીથી મેળવેલા પૈસાને છુપાવવા માટે અનેક બેન્ક ખાતાઓ દ્વારા જટિલ નેટવર્ક ઉભું કરવું. ટેક્સ ચોરી: આશરે 1.6 મિલિયનની વ્યક્તિગત આવક અને કર્મચારીઓના પગાર પર ટેક્સ ન ચૂકવવો. આ ઉપરાંત ઘરના ખર્ચાઓ અને બાળકોની કોલેજ ફી પણ બિઝનેસના નામે બતાવી છેતરપિંડી કરવી. ગંભીર બેદરકારી: દર્દીઓની જાણકારી કે સંમતિ વિના જ તેમના પર માનવ ઉપયોગ માટે અયોગ્ય એવા ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સનો ઉપયોગ કરવો.

આ કેસમાં તેમની સહયોગી એલેક્ઝાન્ડ્રા રાડોમિયાકને પણ દોષિત ઠેરવવામાં આવી છે, જેને 40 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આટલી મોટી સજાની જોગવાઈ અને કૌભાંડની વિગતોએ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં પણ ભારે ચર્ચા જગાવી છે.

Exit mobile version