ગુજરાત
શોર્ય કાકરેચાએ સદ્ભાવના વૃદ્ધાશ્રમને લાભાર્થે 100થી વધુ સેવાકીય વીડિયો બનાવ્યા
સદ્ભાવના વૃધ્ધાશ્રમના વડીલોના લાભાર્થે આશરે 100 થી વધુ વીડીયો બનાવીને વડીલોની સેવામાં કાર્યરત એવા બાળક શોર્ય કાંકરેચા દર રવીવારે ગરીબ બાળકોને માનવ ધર્મ આશ્રમ દ્વારા જે મીશન એજયુકેશન ચલાવવામાં આવે છે તેમા જઈને શોર્ય ગરીબઝુંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવા માટે જાય છે. તે સિવાય રજાના દિવસોમાં સદભાવના વૃધ્ધાશ્રમમાં રૂૂબરૂૂ જઈ એ વડીલોના આશીર્વાદ મેળવી સેવા કરે છે. મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા, અંધ બાળકોની સંસ્થા સહીતની અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિઓ કરે છે. રામભકત હનુમાનજી મહારાજની શોર્યગાથા 7 વર્ષના શોર્યના મુખેથી સાંભળવી એક લ્હાવો ગણાય છે. મુળ ગામ ફતેપુર (ભોજલધામ),જી.અમરેલીના વતની અને હાલ રાજકોટ સ્થાયી થયેલા મહેશભાઈ તથા કોમલબેન મહેશભાઈ કાકરેચાનો પુત્ર શોર્ય બાળકોને જ નહી પણ મોટાઓને પ્રેરણા આપે તેવું વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવે છે. શોર્યની યાદશકિત અને વાકછટા આશ્ચર્યજનક છે. શોર્ય શુભમ સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. કાકરેચા પરીવાર હાલ રાજકોટમાં સંઘર્ષ કરી રહયો છે તેવા સમયમાં પણ શોર્યના માતા કોમલબેને પોતાના પુત્રની ધાર્મિક અને પ્રાકૃતિક વિશિષ્ટતા ઓળખીને તેના ઘડતર માટે ખૂબ જ મહેનત કરી રહયાં છે.