Site icon Gujarat Mirror

ટેલિગ્રામ પર ‘પાઈરેસી’નો ખેલ ખતમ, 3000 થી વધુ ચેનલો પર ત્રાટકશે સરકાર

ડિજિટલ દુનિયામાં પાઇરેટેડ ક્ધટેન્ટના ’અડ્ડા’ તરીકે કુખ્યાત બનેલી મેસેજિંગ એપ ટેલિગ્રામ હવે ભારત સરકારના કડક સકંજામાં આવી ગઈ છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) એ ટેલિગ્રામ પર ચાલી રહેલી વ્યાપક ચાંચિયાગીરી રોકવા માટે આકરા પગલાં લીધાં છે. લાંબા સમયથી એમેઝોન પ્રાઇમ વીડિયો અને જિયો સિનેમા જેવા દિગ્ગજ OTT પ્લેટફોર્મ્સ ફરિયાદ કરી રહ્યા હતા કે કરોડોના ખર્ચે બનેલી તેમની ફિલ્મો અને સિરીઝ ટેલિગ્રામની વિવિધ ચેનલો પર મફતમાં ઉપલબ્ધ કરાવાય છે. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને મંત્રાલયે IT એક્ટ 2000 હેઠળ ટેલિગ્રામને કડક નોટિસ ફટકારી છે અને પાઇરેટેડ ક્ધટેન્ટ તાત્કાલિક અસરથી હટાવવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.

સરકારી તપાસમાં સામે આવ્યું છે કે ટેલિગ્રામ પર અંદાજે 3,142 જેટલી એવી ચેનલો સક્રિય છે, જે માત્ર ને માત્ર કોપીરાઈટ કરેલી સામગ્રીનું ગેરકાયદેસર વિતરણ કરે છે. મફતમાં નવી ફિલ્મો અને પ્રીમિયમ શો જોવાના લાલચે લાખો યુઝર્સ આ ચેનલો સાથે જોડાયેલા છે, પરંતુ તેનાથી ફિલ્મ નિર્માતાઓ અને મનોરંજન ઉદ્યોગને વાર્ષિક કરોડો રૂૂપિયાનું વ્યાપારી નુકસાન થઈ રહ્યું છે. MIB ના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ટેલિગ્રામ આ ચેનલો અને ક્ધટેન્ટ સામે ઝડપથી કાર્યવાહી નહીં કરે, તો ભારતમાં તેની કામગીરી પર વધુ આકરા નિયંત્રણો આવી શકે છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સર્જકોના હકોનું રક્ષણ કરવાનો અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર કાયદાનું શાસન સ્થાપિત કરવાનો છે.

ફિલ્મ નિર્માતાઓ માટે આ સમાચાર મોટી રાહત સમાન છે, કારણ કે પાઇરેસીના કારણે બોક્સ ઓફિસ અને ઘઝઝ સબ્સ્ક્રિપ્શન બંને પર સીધી અસર પડતી હતી. ઘણીવાર ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેની ઇંઉ પ્રિન્ટ ટેલિગ્રામ પર વાયરલ થઈ જતી હોય છે. સરકારની આ કડક કાર્યવાહી બાદ હવે ટેલિગ્રામ માટે ’સેફ હેવન’ તરીકે રહેવું મુશ્કેલ બનશે. ગ્રાહકોને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ કાયદેસરના પ્લેટફોર્મનો ઉપયોગ કરે. આ પગલાથી મનોરંજન જગતમાં નવી આશા જન્મી છે કે હવે મહેનતથી બનાવેલું ક્ધટેન્ટ સુરક્ષિત રહેશે.

Exit mobile version