અમદાવાદ-વડોદરામાં સિરામિક કાર કોટીંગના 17 વેપારીઓ પર GSTના દરોડા

દિપાવલીના તહેવારો આવી રહયા છે ત્યાં જ આજે બપોરે 1ાા વાગ્યાની આસપાસથી સ્ટેટ જીએસટી એટલે કે ગુજરાતના ૠજઝ વિભાગે અમદાવાદ-વડોદરામાં મોટાપાયે દરોડાનો દોર શરૂૂ કરતા…

દિપાવલીના તહેવારો આવી રહયા છે ત્યાં જ આજે બપોરે 1ાા વાગ્યાની આસપાસથી સ્ટેટ જીએસટી એટલે કે ગુજરાતના ૠજઝ વિભાગે અમદાવાદ-વડોદરામાં મોટાપાયે દરોડાનો દોર શરૂૂ કરતા વેપારી આલમ તથા ઉદ્યોગકારોમાં ફફડાટ મચી ગયો છે. સ્ટેટ ૠજઝ ના અન્વેષણ-રેડ વિભાગના કમિશનરના આદેશ બાદ આજે રાજકોટ સહિત રાજયભરમાંથી હાઇલેવલ અધીકારીઓ- ઇન્સ્પેકટરોને બોલાવી બપોરથી કુલ 15 થી 17 સ્થળે દરોડાનો દોર શરૂૂ કરાયો છે.ટોચના અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતુ કે અમદાવાદમાં બે અને વડોદરામાં 14 થી 15 જેટલા સિરામીક-કારનું કોટીંગ કરતા ગુજરાતના મોટા રીટેલરોને ઝપટે લેવાયા છે.

નવી કારમાં ઉપર કોટીંગ કરાવવું અત્યંત મોંઘુ હોય છે. અને તેના ઉપર 18 ટકા જીએસટી લાગુ કરાયો છે. આ તમામ રીટેલરો ટેકસ ચોરી કરતા હોવાનું સર્વેમાં બહાર આવ્યા બાદ દરોડાનો દોર શરૂૂ કરાયો છે. સંખ્યાબંધ સ્થળેથી પ્રાથમિક વિગતો મુજબ કોમ્પ્યુટર ફલોપી-બૂકસ ઓફ એકાઉન્ટસ, કાચી ચિઠ્ઠીઓ કબજે લેવાઇ છે. મોડી સાંજે વિગતો બહાર આવવાની અને નામો જાહેર થવાની શકયતા ટોચના અધીકારીઓ દાખવી રહયા છે.