નોરતામાં પરસેવાથી ભીંજાયેલા ચોલી-કુર્તા પહેરવાથી ચામડીના રોગોમાં 10%નો વધારો

વિશ્વભરમાં ગરબાના લીધે ગુજરાતને એક આગવી ઓળખ મળી છે. આ નવરાત્રિમાં યુવાધન જાણે આખા વર્ષ દરમિયાન મેળવેલી ઊર્જાથી ગરબા રમે છે, અનેઆ ગરબા માંથી જ…

વિશ્વભરમાં ગરબાના લીધે ગુજરાતને એક આગવી ઓળખ મળી છે. આ નવરાત્રિમાં યુવાધન જાણે આખા વર્ષ દરમિયાન મેળવેલી ઊર્જાથી ગરબા રમે છે, અનેઆ ગરબા માંથી જ વર્ષ દરમિયાનની ઊર્જા મેળવી લેતા હોય છે.જોકે આ ઉત્સવમાં પહેરાતા વસ્ત્રે ખેલૈયાઓ આપલે કરે છે. જે એક બીજાના પહેરવાથી ચામડીના રોગ થાય છે. નવરાત્રિના તહેવાર બાદ આ ચામડીના રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા રાજયભરમાં ત્રણ થી પાંચ ટકા દદીઓમાં વધારો નોંધાયો છે. જયારે ખાનગી હોસ્પિટલમાં આ ચામડીના રોગના દર્દીઓની સંખ્યા 8ધી 10% સુધી પહોંચી છે.

નવરાત્રિ ઉજવવા માટે આજના યુવાન-યુવતીઓ એક અલગજ બજેટની વ્યવસ્યા કરતા હોય છે. જેમાં નવા વસ્ત્રે ખરીદવા મેકઅપ આર્ટિફિશિયલ જવેલરી ખરીદવા સહિતનો સમાવેશ થતો હોય છે. ખેલૈયાઓ પારંપરિક વસ્ત્રે પોતાના મિત્ર પાસેથી પહેરવા માટે પણ લેતા હોય છે. જેમાં યુવતીઓ ચણીયા ચોળી, યુવાનો કેડીયુ કે ધોતી મિત્ર પાસેથી લેતા હોય છે. આ વસ્ત્રેમાં આભલા સહિતનુ ભરતકામ વધારે હોવાથી તેને એકજ દિવસમાં ધોઈ ને કે લોન્ડ્રી દ્વારા સફાઇ કરી શકાતુ નથી આથી ખેલૈયાઓ આ કપડાં દિવસ દરમિયાન તડકામાં નાખીને બીજા દિવસે બીજો ખેલૈયો તેનો ઉપયોગ કરે છે. પરંતુ આ કપડાનો અગાઉ ઉપયોગ થઈ ગયો હોવાથી અને તે પણ પરસેવાથી પલળી ગયેલો હોય છે.

બીજા દિવસે બીજા ખેલૈયા દ્વારા આ વસ્ત્રે પહેરવાથી વાઇરલ ઈન્ફેકશન કે ફંગલ ઇન્ફેકશન થઇ શકે છે. જોકે બીજા ખેલૈયા દ્વારા આ કપડાંનો ઉપયોગ કરતા પહેલાં સ્પ્રે કે અત્તરનો છંટકાવ પણ કરતા હોય છે. પરંતુ પોયા વિનાના કે પૂર્ણ સફાઈ નહીં કરેલા આ કપડાંનો ઉપયોગ કરતા તેઓ ચામડીના રોગની ઝપટમાં આવી જતાં હોય છે. કપડાંથી કલર ઉતરવાથી પણ ખેલૈયાઓ રોગની ઝપટમાં આવી જાય છે. તેવુ ગોત્રી હોસ્પિટલના ડર્મેટોલોજીસ્ટ ડો.રોશની વોરા અને સયાજી હોસ્પિટલના ડો નિપુલ વારાએ જણાવ્યું હતુ.

યુવતીઓ મેકઅપમાં કયારેક હલકી ગુણવતાવાળો મેકઅપનો ઉપયોગ કરે છે. આથી પણ તેમને ચામડીના રોગ થાય છે. જયારે આર્ટિફિશિયલ જવેલરીનો ઉપયોગ કરવાથી પણ ખેલૈયાઓ કાન, ગળા કે પગમાં પણ ઈન્ફેકશન થાય છે.

કેટલાકને મેટલની એલર્જી હોવાથી પણ ચામડીના રોગ થાય છે. નેલપોલીશ પણ ગુણવત્તાવિનાની વાપરી હોય તો તેનાથી પણ ચામડીના રોગની ઝપટમાં આવી જવાય છે. જયારે હવે નવરાત્રિ પછી ચામડીના રોગની ઝપટમાં આવતા યુવતીઓની સંખ્યા અગાઉ વધુ રહેતી હતી હવે યુવાનોની સંખ્યા પણ યુવતીઓની સમકક્ષ પહોંચી ગઇ છે.