ક્રાઇમ
લતીપરની સેન્ટ્રલ બેંકમા ઉચાંપત કરનાર પૂર્વ મેનેજર 7 દિવસના રિમાન્ડ પર
ધ્રોલના લતીપરમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ની શાખાના આ મેનેજરે પોતાની સત્તાનો ઉપયોગ કરી 80 જેટલા બેંક ખાતામાંથી રૂૂ.1,56, 57,993ની ઉચાપત કર્યાની નવ મહિના પહેલાં પોલીસમાં ફરિયાદ થયા પછી આ આરોપીને ધ્રોલ પોલીસે યુપીના કાનપુરમાંથી પકડી પાડ્યો હતો, અને સાત દિવસના રિમાન્ડ પર લીધો છે.
ધ્રોલના લતી5ર ગામમાં શાખા ધરાવતી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના શાખા મેનેજર નયનકુમારસિંગ રાધાવિનોદ સિંગે પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી તે શાખામાં ખાતા ધરાવતા ગ્રાહકોની માગણી કે મંજૂરી વગર જ તેમના ખાતામાં લોન લિમિટનો ઉપયોગ કરી વાઉચર કે ચેક મેળવ્યા વગર ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી રૂૂ.1,56,57,993 મેળવી તેની ઉચાપત કર્યા ની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
આ આરોપીને ધ્રોલ પોલીસે તાજેતર મા ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી દબોચી લીધો હતો. તેની વિધિવત ધરપકડ કરાયા પછી રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે આ આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો છે.આ અધિકારીએ ખાતા ધારકોના નામે કરેલી લોન અને ખેડૂતોને પાક ધિરાણની આપવાની થતી રકમ ખાતામાં ન ભરી બારોબાર પોતાના સગા સંબંધીના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. આવી રીતે આ અધિકારીએ 80 જેટલા બેંક એકાઉન્ટમાં ઘાલમેલ કરી રૂૂ.2 કરોડ જેટલી રકમની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.
દરમિયાન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે ઉચાપત કરેલી રકમ પોતાના સગા સંબંધીઓના ખાતામાંથી ઉપાડીને તેના વતનમાં કાર ખરીદી લીધી હોવાનું કબુલ્યું હતું, જ્યારે કેટલીક જમીન મિલકત વગેરેમાં પણ રોકાણ કરી નાખ્યું હોવાની કબુલાત આપી છે. જેથી ધ્રોલ પોલીસ દ્વારા તેના વતનમાં તપાસનો દોર આગળ ધપાવવામાં આવી રહ્યો છે.