ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ હોદ્દેદારોની વરણી થયાં બાદ નવનિયુકત પ્રદેશ ભાજપ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટ પ્રદેશ મહામંત્રી તરીકે નિયુકિત બાદ પ્રથમવાર રાજકોટ શહેરમાં પધારતા તેમનું સ્વાગત ગ્રીનલેન્ડ ચોકડી ખાતે રાજકોટ શહેર હોદ્દેદારોએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું, આ તકે રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ મહિલા મોરચાના કિરણબેન માકડીયાની આગેવાનીમાં મહિલા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા કુમકુમ તિલક કરી પુષ્પવર્ષા કરવામાં આવેલ હતી, રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવેએ ફુલહાર, વિધાનસભા- 68 ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે તેમને કાઠીયાવાડી પાઘડી પહેરાવી અને ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ હતું. રાજકોટ પધારતા નવનિયુકત પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટનું સ્વાગત વિધાનસભા-69 ના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ મંત્રી અને વિધાનસભા-71 ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતનાઓએ ફુલહાર દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે ડે.મેયર નરેન્દ્રસીંહ જાડેજા, દંડક નેતા મનીષ રાડીયા, શાસકપક્ષનેતા લીલુબેન જાદવ, પુર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શહેર ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, પરિમલભાઈ પરડવા, રાજદિપસિંહ જાડેજા, રમેશભાઈ પરમાર, પુજાબેન પટેલ, હિતેષ ઢોલરીયા, શહેર મંત્રી વિજયભાઈ પાડલીયા, હરેશભાઈ કાનાણી, ભરતભાઈ શીંગાળા, ઈલાબેન પડીયા, ભગવતીબેન ધરોડીયા, કાર્યાલયના સહકાર્યાલયમંત્રી શૈલેષ દવે, શહેર મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, બક્ષીપંચ મોરચાના
પ્રમુખ લલીત વાડોલીયા, કિશાન મોરચાના પ્રમુખ યોગેશ ભુવા, અનુસુચિત જનજાતિ મોરચાના પ્રમુખ મનોજભાઈ દુબલ સહિત કોર્પોરેટરઓ, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ,મહામંત્રી, શહેર મોરચાના કાર્યર્કતાઓ સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુકત પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટનું સ્વાગતની વ્યવસ્થા શહેર પ્રમુખ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ શહેર યુવા મોરચા પ્રમુખ કિશન ટીલવા અને યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા સંભાળવામાં આવેલ હતી.
નવનિયુકત ભાજપ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટનું ભવ્ય સ્વાગત

