ગુજરાત
ઉપલેટાના વડાળી ગામે બે પરિવાર વચ્ચે ઘર પાસે ચાલવા બાબતે મારામારી, ત્રણ ઘાયલ
ઉપલેટાના વડાળી ગામે રસ્તે ચાલવા બાબતે બે પરિવારો વચ્ચેઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચતા બન્ને પરિવારના ત્રણ સભ્યોને ઈજા થઈ હતી. આ મામલે સામેસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ઉપલેટાના વડારી ગામે રહેતા હનીફભાઈ જુમાભાઈ જુણેજાની ફરિયાદના આધારે હુસેન હાજીભાઈ જુણેજા, સદામ હુસેનભાઈ જુણેજા, જાવીદ કાળાભાઈ જુણેજા, કાળાભાઈ હાજીભાઈ જુણેજા, દિલાભાઈ કાળાભાઈ જુણેજા, સીદીભાઈ હાજીભાઈ જુણેજા, સિરાજ સીદીભાઈ જુણેજા અને સમીર સીદ્દીભાઈ જુણેજાનું નામ આપવામાં આવ્યું છે.
ફરિયાદમાં હનીફભાઈના જણાવ્યા મુજબ છેલ્લા બે વિર્ષથી તેમના જમીનના રસ્તે ઘર પાસે ચાલવા બાબતે અને પાણી પાવા બાબતે વાંધો ચાલતો હોય જેથી હનીફભાઈએ ઘરની બહાર કાચાબેલાનો ઓટલો બનાવ્યો હોય જ્યાંથી હુસેન હાજી જુણેજા પોતાનું આઈસર લઈને નિકલ્યો હોય ત્યારે બેલા દૂર કરતા બેલા ફરીથી ત્યાં પરત મુકવા બાબતે બોલાચાલી કરી હતી. જેમાં હુસેનભાઈ સહિતનાઓએ હનીફભાઈ અને તેમના ભાઈ ઉપર હુમલો કરી દીધો હતો.
સામાપક્ષે રોશનબેન હુસેનભાઈ જુણેજાએ નોંધાવેલ ફરિયાદમાં હનીફભાઈ જુમાભાઈ જુણેજા અને તેના ભાઈ હારુનભાઈ જુમાભાઈ જુણેજાનું નામ આપ્યું છે. આઈસર લઈને નિકળેલા હુસેનભાઈએ બેલા દૂર કરવાનું કહેતા જે બાબતે માથાકુટ કરી બન્ને ભાઈઓએ હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.