ગુજરાત

ગોંડલ નાગરિક બેંકમાં ક્યાંય દાગ નહીં લાગે: જયરાજસિંહ જાડેજા

Published

on

આધુનિક સુવિધા સાથે નવું બિલ્ડિંગ બનાવવાની જાહેરાત, યતિશ દેસાઇ સહિતના વિરોધીઓ પર આક્રરા પ્રહારો


ગોંડલ નાગરિક બેંક ની ચુંટણીમાં વિપક્ષ ને ઘોર પરાજ્ય આપી ભાજપ પ્રેરીત પેનલ નો ધીંગો વિજય થયા બાદ રાત્રે ઉદ્યોગભારતી અયોધ્યા ચોક ખાતે ભાજપ દ્વારા વિજય સભાનું આયોજન કરાયુ હતુ.તેમાં જેના નૈતૃત્વ હેઠળ ચુંટણી લડાઇ તેવા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ સભાસદો નો હાથ જોડી આભાર માન્યા બાદ જેમની પેનલ સહિત કારમી હાર થઇ છે તેવા યતિષભાઈ દેસાઈ ને સવાલ કર્યો કે તમે જાહેરસભા માં પડકાર કરેલો કે હારી જઇશ તો ચુંટણી લડીશ નહી,હવે હારી ગયાછો તો ચુંટણી લડાય ખરી?એક સિનિયર આગેવાન તરીકે સલાહ આપુ છુ કે આવા ચુકાદા પછી કોઈ પણ ચુંટણી લડવી જોઈએ નહી.જયરાજસિહે કહ્યુ કે ગણેશ ને ચુંટણી લડવા નો મારો કોઈ આગ્રહ નહતો,દરેક સમાજ માંથી ગણેશ ને ચુંટણી લડાવવાની વાત આવી.બસ આ વાતે યતિષ ને દુખાવો થયો.


તેમણે કેટલીક યુટ્યુબ ચેનલો તેમના પરીવાર ને ટાર્ગેટ કરી રહી હોવા અંગે રોષ સાથે નારાજગી વ્યક્ત કરી કહ્યુ કે આ ચેનલો એવુ કહે કે ગણેશ જેલ માં દાંત કેમ કાઢે છે ? ભલા માણસ, દાંત નહી કાઢવા એવો કોઈ કાયદો છે ખરો? મને સારો કે ખરાબ કહેવાનો અધિકાર ગોંડલ ને છે.મારુ પ્રમાણપત્ર આપનારા તમે કોણ?
નાગરિક બેંક નાં પરીણામ દ્વારા આવી ચેનલો ને ગોંડલ નાં મતદારોએ જવાબ આપી દીધો છે.


જયરાજસિહે કહ્યુ કે આધુનિક અને સુવિધાઓ સાથે બેંક નુ નવુ બિલ્ડીંગ બનશે.તેમણે કહ્યુ કે સભાસદો એ અશોકભાઈ પીપળીયા ની નીતીમતા અને સુદ્રઢ વહીવટ ને મત આપ્યા છે.ત્યારે સભાસદો નાં વિશ્ર્વાસ ને ક્યારેય દાગ નહી લાગે.


નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ તેજાબી વ્યક્ત્વ્ય માં યતિષભાઈ દેસાઈ ને આડે હાથ લઈ કહ્યુ કે તેમનુ કામ ચોમાસા ની રુતુ ની જીવાત જેવુ છે.જ્યાંરે ચુંટણીઓ આવે આ જીવાત આવી જાય.ગણેશભાઈ ની કોરોનાકાળ,પુરગ્રસ્ત સ્થિતી સમયની સેવાઓ લોકો ભુલ્યા નથી પણ તે યતિષભાઈ ને ખબર નથી ! યતિષભાઈ ખોટી રીતે વિરોધ કરવા ટેવાયેલા છે.સો વર્ષ જુના રાજાશાહી વખત નાં ભગાબાપુ નાં બન્ને પુલ ને હજુ સો વર્ષ સુધી કંઈ થાય તેમ નથી.તેમ છતા કોર્ટ ને ગુમરાહ કરી પુલ બંધ કરાવી ગોંડલ ને બાન માં લીધુ છે.પુલ બંધ થતા મમરા,સિમેન્ટ સહિત ઉધ્યોગ ને ભારે ફટકો પડ્યો છે.તેમણે કહ્યુ કે ગોંડલ નાં હીત માં યતિષભાઈ એ હમેંશા અવરોધ નાખ્યા છે.બેંક નો ચુકાદો તેની ગવાહી છે.


નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ મનસુખભાઇ સખીયા એ કહ્યુ કે યતિષભાઈ માં નૈતિકતા જેવુ જરા પણ હોય તો આ નાલેશી સ્વીકારવી જોઈએ. યતિષભાઈ એ બેંક ના તેમના સાશન સમયે બેંક ને ખોતરી ખાધી હતી.તે પછી અશોકભાઈ પીપળીયાએ કરેલા પ્રજાલક્ષી વહીવટ ને મતદારો એ સ્વિકાર્યો છે.બેંક ના ડીરેકટર ઓમદેવસિંહ જાડેજાએ ટકોર કરી કે યતિષભાઈ એ નેગેટિવ રાજનીતી દાખવી છે.પ્રજા માટે પોઝીટીવ રાજનીતી દાખવવાની હોય. મુસ્લિમ સમાજ નાં આગેવાન ફતેહમહમદ નુરસુમારે શાયરાના અંદાજ માં વિપક્ષ ની હાર ને છેલ્લો જનાજો ગણાવ્યો હતો.વરીષ્ઠ આગેવાન કનકસિંહ જાડેજાએ કહ્યુ કે નાગરિક બેંક રોજી રોટી આપનારી બેંક છે.તેના પર કાદવ ઉછાળવો યોગ્ય નથી.અશોકભાઈ એ બેંક માં વિકાસ નો ઇતિહાસ રચ્યો છે.


વિજયસભા માં ઉપસ્થિત જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્યુ કે બેંક ની ચુંટણી માં ઈમાનદારી નો વિજય થયો છે.ગોંડલ ના આન,બાન અને શાન નુ રક્ષણ જયરાજસિહ કરેછે.કોઈ લુખ્ખાઓ હાની પંહોચાડે તો તેને સીધાદોર કરવા નું કામ પણ જયરાજસિહ જાડેજા કરેછે. વિજય સભા માં ચેરમેન અશોકભાઈ પીપળીયા સહિત વિજેતા ઉમેદવારો ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version