rajkot

ગોંડલના ગોમટા ગામે યુવકે દારૂના નશામાં ઝેર પીધું

Published

on

ગોંડલ તાલુકાના ગામટા ગામે ખેત મજૂરી માટે આવેલા યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના ગોમટા ગામે રહેતા ધવલભાઈની વાડીએ ખેતી કામ કરતા બાદલ પ્રતાપભાઈ બાંભણીયા નામનો 23 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં વાડીએ હતો. ત્યારે દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં બાદલ બાંભાણીયા મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને બે ભાઈ બે બહેનના નાનો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મુળીમાં રહેતા અનિલ પ્રેમજીભાઈ ઝાલા નામનો 30 વર્ષનો યુવાન રાત્રિના અગીયારેક વાગ્યાના અરસામાં થાન રોડ ઉપર વાસુકી દાદાના મંદિર પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version