કુલ 28 બેઠકો પૈકી 22 બેઠક ભાજપે જીતી – કોંગ્રેસની માત્ર 6 બેઠક મળી
ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત તથા ચાર નગરપાલિકા તેમજ છ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય હતી જેમાં જીલ્લા પંચાયતની 28 સીટોમાં કોગ્રેસને 6 તથા ભાજપ ને 22 સીટો મળતા ગીર સોમનાથ જીલ્લા પંચાયત ઉપર ફરી વખત ભાજપ વિજેતા બનેલ છે.
આજે જાહેર થયેલા પરિણામમાં જિલ્લા પંચાયતમાં વિજય હાંસલ થતા ભાજપે સત્તા જાળવી રાખી છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયત ફરી ભાજપના હાથમાં આવી હોય જ્યારે કોંગ્રેસના સુપડા સાફ કરી હવે ભાજપ સતાના સુકાની બન્યા છે. ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ તાલુકામાં આદ્રી જિલ્લા પંચાયત સીટ પર ભાજપ ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજશીભાઇ જોટવા ના પુત્ર ના પત્ની નયનાબેન નરેન્દ્રભાઈ જોટવા એ 2550 મત થી જીત મેળવી છે.
આ ઉપરાંત તાલાલા ની બોરવાવ બેઠક પર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ રામસિભાઈ પીઠીયા એ 1500 જેટલા મત થી વિજયી બન્યા છે. ધોકડવા માં જાલોધરા પરિવારમાં ડાયાભાઈ ના પુત્રવધુ ને ટિકિટ મળતા કાજલબેન મનીષભાઈ જાલોંધરા ચૂંટણી લડી વિજેતા બન્યા હતા. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ બનેલા હરિભાઈ બોઘા ભાઈ સોલંકી ફરીથી આ ટર્મમાં ભાજપ માંથી વિજેતા બનેલ છે. સૈયદ રાજપરા માં ભાવેશભાઈ વ્રજલાલ ઉપાધ્યાય નો ત્રીજી વખત વિજય થયો છે.
