ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાયો

મહુવા-પાલીતાણા-તળાજા ન.પા., જિ. પં. અને તા. પં.ની 398 બેઠકો માંથી 279 ભાજપના ફાળે, કોંગ્રેસને 62 બેઠક મળી ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયતોની…

મહુવા-પાલીતાણા-તળાજા ન.પા., જિ. પં. અને તા. પં.ની 398 બેઠકો માંથી 279 ભાજપના ફાળે, કોંગ્રેસને 62 બેઠક મળી

ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયતોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ વર્ચસ્વ જમાવ્યું છે. તા. 26-4-2026ના રોજ યોજાયેલી આ મહત્વપૂર્ણ ચૂંટણીઓમાં મતદારોએ ભાજપ પર ભરોસો મુકીને ભવ્ય જીત અપાવી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, કુલ 398 બેઠકોમાંથી ભાજપે 279 બેઠકો પર પ્રચંડ વિજય મેળવ્યો છે. વિપક્ષ કોંગ્રેસ 62 બેઠકો સાથે બીજા ક્રમે રહી છે, જ્યારે ‘આપ’ અને અન્ય પક્ષો તથા અપક્ષોએ સાધારણ દેખાવ કર્યો છે.ભાવનગર જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકોમાંથી ભાજપને 36 કોંગ્રેસને એક અને અપક્ષ ને એક બેઠક પ્રાપ્ત થઈ છે. જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. મહુવા, પાલીતાણા અને વલ્લભીપુર નગરપાલિકાઓમાં પણ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. ખાસ કરીને બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારોમાં પણ ભાજપનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળ્યું છે.

મહુવા નગરપાલિકાની કુલ 36 બેઠકોમાં ભાજપનો 34 બેઠકો અને કોંગ્રેસનો 32 બેઠકો ઉપર વિજય થયો છે. ભાજપ વિજેતા બન્યું છે. પાલીતાણા નગરપાલિકામાં કુલ 36 બેઠકોમાં ભાજપને 34 અને કોંગ્રેસને માત્ર બે બેઠક પ્રાપ્ત થઈ છે. ભાવનગર તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાં ભાજપને 16 અને કોંગ્રેસને ચાર બેઠકો પ્રાપ્ત થઈ છે. ગારીયાધાર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાં ભાજપને 11 અને આમ આદમી પાર્ટીને ચાર તથા એક અપક્ષ ને ફાળે બેઠકો પ્રાપ્ત થઈ છે. ગારીયાધાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી.

ગારીયાધાર માં ભાજપે સત્તા જાળવી રાખી છે. ઘોઘા તાલુકા પંચાયત માં પણ ભાજપ વિજેતા બન્યું છે. ભાજપને 13 બેઠકો અને કોંગ્રેસને પાંચ બેઠકો પ્રાપ્ત થઈ છે. જેસર તાલુકા પંચાયતની ચોર બેઠકોમાં ભાજપને 14 અને કોંગ્રેસને બે બેઠકો પ્રાપ્ત થઈ છે. આમ જેસરમાં પણ ભાજપ એ વિજય પ્રાપ્ત કર્યો છે. સિહોર તાલુકા પંચાયતની 22 બેઠકોમાં ભાજપને 19 અને કોંગ્રેસને ત્રણ બેઠકો પ્રાપ્ત થઈ છે. તળાજા તાલુકા પંચાયતની 32 બેઠકોમાં ભાજપને 17, કોંગ્રેસને 13 ,1 આમ આદમી પાર્ટીને અને 1 બેઠક ઉપર અપક્ષ વિજેતા બન્યા છે. ઉમરાળા તાલુકા પંચાયતની ચોર બેઠકોમાં ભાજપને 11 બેઠક અને કોંગ્રેસને ત્રણ બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને બે બેઠકો પ્રાપ્ત થઈ છે.

આમ તાલુકા પંચાયતોમાં ભાવનગર, ગારીયાધાર, ઘોઘા, જેસર, મહુવા, પાલીતાણા, સિહોર, તળાજા અને ઉમરાળા સહિતની તમામ તાલુકા પંચાયતોમાં ભાજપે કોંગ્રેસ અને અન્ય પક્ષોના સુપડા સાફ કરી દીધા છે. આ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ભાજપનું સંગઠન અને વિકાસના મુદ્દાઓ મતદારોને આકર્ષવામાં સફળ રહ્યા છે. ભાજપના આ પ્રદર્શનને કારણે જિલ્લાના સ્થાનિક વહીવટમાં હવે સંપૂર્ણપણે ભાજપનું શાસન નિશ્ચિત બન્યું છે. વિરોધ પક્ષો માટે આ પરિણામો એક મોટો ઝટકો સાબિત થયા છે.