Site icon Gujarat Mirror

યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા જી.જી. હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ જેવા માહોલમાં જામનગરમાં તમામ તંત્ર સજ્જ બન્યા છે.
ખાસ કરીને જી.જી. હોસ્પિટલ માં આગમચેતી ના ભાગરૃપે તમામ તૈયારીઓ કરવામાં આવી છે, આથી જરૃર પડ્યે હોસ્પિટલનું તંત્ર સંભવિત સારવાર માટે સજ્જ બન્યું છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બન્ને તરફ હુમલા થઈ રહ્યા છે, જ્યારે સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે સરકારની સુચના મુજબ જામનગરના તમામ સરકારી તંત્ર સજ્જ બન્યા છે.
જો દુશ્મન દેશ ના હુમલામાં કોઈ ઘાયલ બને અને સારવારની જરૃર પડે તો જામનગરની જી.જી. હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં વધારાના બેડ પાથરી દેવામાં આવ્યા છે. ઉપરાંત તબીબો ની ટીમ દ્વારા જરૃરી સાધનો, નર્સીંગ સ્ટાફ વગેરે તૈનાત રખાયા છે. જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ તંત્ર કોઈપણ સ્થિતિને પહોંચી માટે સંપૂર્ણ સજ્જ છે.

Exit mobile version