Site icon Gujarat Mirror

નવા નાગના વિસ્તારમાં ઉડતા ડ્રોને પોલીસ તંત્રને ધંધે લગાડ્યું

 

જામનગર નજીક નવા નાગના ગામમાં આજે સવારે 11.30 વાગ્યાના અરસામાં એક ડ્રોન મળી આવ્યું હોવાની વાતો વહેતી થતાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, અને એક તબક્કે પોલિસ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસ ટુકડીએ સમગ્ર મામલામાં ગંભીરતા લીધી હતી, શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા, બેડી મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડા, સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા તથા અન્ય પોલીસ સ્ટાફ વગેરે નવા નાગના ગામમાં પહોંચી ગયા હતા, અને તપાસ શરૂૂ કરી હતી.

પ્રાથમિક પૂછપરછ માં એક ખેડૂત ડ્રોન લઈને પોતાના ઘેર પહોંચ્યો છે, એવી વાત થઈ હતી. જેથી પોલીસ વિભાગ દ્વારા તાબડતોબ તે ખેડૂત યુવાનને શોધી લેવામાં આવ્યો હતો, અને તેણે ડ્રોન પોતાના ઘેર ચાર્જમાં મૂક્યું હોવાની માહિતીના આધારે પોલીસે તેના ઘરે પહોંચી જઈ તપાસણી કરતાં ઉપરોક્ત ડ્રોન રમકડાનું હોવાનું માલુમ પડ્યું હતું.

જેથી સમગ્ર પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો, અને રાહતનો શ્વાસ લીધો છે. નવા નાગના ગ્રામજનોને પણ પોલીસે આશ્વાસન આપીને રમકડાનું ડ્રોન હોવાની સમજ આપી હતી.

Exit mobile version